પીલોલમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા સાત સામે એટ્રોસિટી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પીલોલમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા સાત સામે એટ્રોસિટી

પીલોલમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા સાત સામે એટ્રોસિટી

 | 2:30 am IST

ઉશ્કેરાઈ જઈ જાતિ અંગે અપશબ્દો બોલતા પોલીસ ફરિયાદ

ા સાવલી ા

સાવલી તાલુકાના પીલોલ ગામે અનુસૂચિત જનજાતિના ઘર પાસે ખાડો ખોદવાની બાબતની અદાવત રાખીને ઉશ્કેરાઈ જઈ જાતિ વિષયક શબ્દો બોલી અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં સાવલી પોલીસે સાત વિરૂધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી છે   સાવલી પોલીસ મથકે ફ્રિયાદી કાંતિભાઈ કેશવભાઈ હરીજન રહે પિલોલ તા સાવલી એ પોતાની ફ્રિયાદમાં નોંધાવ્યું છે કે પોતાના ઘરની પાછળ અગાઉ ખાડો ખોદવાની બાબતે બોલાચાલી થયેલ હતી તે સમય ની અદાવત રાખી ને ગામના સાત ઈસમોએ ઉશ્કેરાઈ જઈ અદાવત રાખી ગમેતેમ ગાળો બોલી જાતિ વિશે અપમાનિત કરતા શબ્દો બોલીને અપમાનિત કર્યા હતા અને આ ખાડો તારી જમીન નથી કર્યો સરકારી જમીનમાં ખોદેલો છે તેમ છતાં તું કામ કરતા કેમ અટકાવે છે એમ કહીને આરોપીઓએ જાહેરમાં અપશબ્દો બોલી ધમકી આપવાના પ્રકરણમાં ફ્રિયાદી કાંતિભાઈ ની ફ્રિયાદ ના પગલે વિપુલ ભાઈ મગનભાઈ પરમાર ( સરપંચ પતિ ),રાજેશ ભાઈ મગનભાઈ પરમાર , છત્રસિંહ ધર્મદાસ પરમાર ( ઉપ સરપંચ ના પતિ ) ,ભૂપેન્દ્ર ઉફ્ર્ે જગદીશભાઈ મણીભાઈ પરમાર ,સુરેશભાઈ રતન ભાઈ પરમાર,લાલજીભાઈ સનાભાઇ પરમાર ( માજી ઉ પ સરપંચ ) , દિનેશભાઈ ભાઈલાલભાઈ પરમાર ( તાલુકા પંચાયત સદસ્ય) તમામ રહે પીલોલ તાલુકો સાવલી ના ઓ વિરુદ્ધ સાવલી પોલીસ મથકે ફ્રિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;