પુત્રના આપઘાત બાદ માતાએ પણ મોતનો માર્ગ અપનાવ્યો - Sandesh
  • Home
  • Bhuj
  • પુત્રના આપઘાત બાદ માતાએ પણ મોતનો માર્ગ અપનાવ્યો

પુત્રના આપઘાત બાદ માતાએ પણ મોતનો માર્ગ અપનાવ્યો

 | 2:00 am IST

અંજાર તાલુકાના ભીમાસર ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર ઘેર ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો. ત્યારે એકના એક ખોળાના ખુંદનારે અકળ પગલું ભરી લીધાનો વજ્રઘાત સહન ન કરી શકતા પુત્રને પગલે માતાએ પણ ટપ્પર રોડ પર આવેલા કૂવામાં મોતની છલાંગ લગાવી અનંતની વાટ પકડી લેતાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ હતી.

અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ગઈ કાલે રાત્રિના અરસામાં કાળજંુ કંપારી દેનાર બનાવો ઉજાગર થયા હતા. તાલુકાના ભીમાસર સહારા ગામે ચામુંડા માતાજીના મંદિરની સામે રહેતા સામત ગેલા જરૃ (ઉ.વ.રર) એ ગત સોમવારના મોડી સાંજના ૭ઃ૪પ વાગ્યાના અરસામાં પોતાના ઘેર કોઈ પણ અકળ કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.

જેથી બનાવની જાણ થતાં તાત્કાલિક સામતને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હતભાગીને સારવાર સાંપડે તે પહેલાં મોત આંબી ગયું હતંુ.

એકના એક પુત્રે અકાળે મોતનો માર્ગ અપનાવી લીધા બાદ ઘટનાની જાણ થતાં સામતની માતા ગગુબેન ગેલા બાબુ જરૃ (ઉ.વ.૪૦) પર આભ ફાટી નીકળ્યું હતંુ અને જુવાન જોધ દીકરો ગુમાવી દીધાનો વજ્રઘાત સહન ન કરી શકતા રાત્રિના ૮ વાગ્યાના અરસામાં તેમણે પણ પુત્રના મોતના બનાવના ગણતરીના સમયમાં જ ભીમાસર તળાવ પાસે ટપ્પર રોડ પર આવતા કૂવામાં ઝંપલાવી મોતનો માર્ગ અપનાવી લીધો હતો.

ભીમાસર ગામે પુત્રના આપઘાતના બનાવ બાદ જનેતાએ પણ આત્મહત્યા કરી મોતનો માર્ગ અપનાવી લીધાની વાત વહેતી થતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બીજીતરફ માતા, પુત્રનાં મોતના બનાવ અંગે અંજાર પોલીસે નાંેધ દર્જ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.