પુરુષોએ ૫ણ શરૂ કર્યો છે હવે દેહ વેપારનો ધંધો ? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • પુરુષોએ ૫ણ શરૂ કર્યો છે હવે દેહ વેપારનો ધંધો ?

પુરુષોએ ૫ણ શરૂ કર્યો છે હવે દેહ વેપારનો ધંધો ?

 | 2:07 am IST

વાત જાણે એમ છે કે! : રાજેન્દ્ર રાવલ

માન્યતા હતી દેહ-વેપારના ધંધામાં માત્ર મહિલાઓ જ સક્રિય હોય છે. કમનીય દેહની સ્વામિનીઓનો એક સમૂહ જરૂરત કે શોખ ખાતર ચંચલ નજાકત અને આકર્ષક અંગ ઉપાંગોની અપીલ થકી કામુકતા ફેલાવી દેહ વેપારનો વ્યવસાય પરાપૂર્વથી કરે છે. સામાજિક તચ્છતા અને બદનામીની ઐસી તૈસી કરીને પણ દેહ વેપારના ધંધામાં મહિલાઓ જ નિમિત્ત હતી જેમાં હવે પુરુષોની એન્ટ્રી થઈ ચુકી છે. પુરુષ ોએ ખુદ પોતાના દેહ રૂપી મોડેલનું ડિસ્પ્લે કરવાનું શરૂ કર્યું છે. આશ્ચર્ય પામવાની વાત નથી. જેમ દેહ વેપાર કરનારી મહિલાઓ માટે વિવિધ શબ્દ પ્રચલિત છે તેમ દેહ વેપારમાં પુરુષ  ધંધાર્થીઓને જિગોલો, કોગામા, સૈફ્ીપૈકી, બચ્ચા અને જિનેતરોના નામે બોલાવવામાં અને ઓળખવામાં આવે છે.

સમયના બદલાવનો નવો ચહેરો યૌન સંબંધની માન્યતાઓને બદલી ચૂક્યો છે. સમૃધ્ધિ, સંપન્નતા વૈભવી જીવન શૈલી, એક પ્રકારનો તનાવ, વ્યવસાયિક સ્પર્ધા અને જિંદગી જીવવાના પોતે પોતાના સ્વતંત્ર ખ્યાલો સાથે સારા-નરસાની ભેદરેખા વટાવી ચૂકેલી કામોત્તેજનાઓએ પુરુષ ને વેશ્યાવૃત્તિના ધંધામાં ધમધોકાર કરી દીધો છે.

સવાલ એ છે કે પુરુષ ો દેહ વેપારના ધંધામાં આવ્યા ક્યાંથી ક્યારે અને કેવી રીતે ! નેવાં નાં પાણી મોભે ચડયાં કેવી રીતે ! ગણિકાની બોલી બોલનાર પુરુષ ખુદ વેચાઈ રહ્યો છે. જો કે પુરુષ  વેશ્યાવૃત્તિની વાત સાવ નવી તો નથી જ ૧૭ મી સદીમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં શરૂઆત થઈ હોવાના એંધાણ મળે છે. ૧૯ મી સદીના અંત સુધીમાં તો અમેરિકામાં પુરુષ વેશ્યાવૃત્તિના રાફ્ડા ફટયા જેના માટે સેક્સ ટૂરિઝમ નિમિત્ત હોવાનું કહેવાય છે. દેશ વિદેશનો પ્રવાસ કરવાની આદતી હીપ્પી મહિલા પર્યટકોની સંખ્યા અમેરિકા સહિત વિદેશોમાં વધુ પ્રમાણમાં છે.

ઘર અને વર છોડી સહેલગાહે નિકળી પડનારી વિદેશી મહિલા પ્રવાસીઓ એ સેક્સ ટૂરિઝમ અને મેલ પ્રોસ્ટિટયુટશનને ઉજાગર કર્યું છે. પ્રવાસની અપાર સંભવનાઓમાંથી વેશ્યાવૃત્તિ વિકસી તેની સાથે જિગોલો પેદા થયા. પ્રવાસ દરમિયાન સફ્રને મજેદાર બનાવવા માટે અમેરિકન હિપ્પી મહિલાઓ શરૂઆતમાં ટેમ્પરરી બોયફ્રેન્ડ ખરીદતી. પ્રવાસ દરમિયાન મહિલાઓ ખરીદેલા પુરુષ  પાસે તેમની યૌન ઈચ્છા પૂર્ણ કરાવતી, સેક્સ પાર્ટનર તરીકે ઉપયોગ કરતી. પુરુષ પાસે મસાજ કરાવવા યુ.એસ.એ.માં આજે પણ ગે-બાથ હાઉસ એડલ્ટ બુક સ્ટોલ અને સેક્સ ક્લબોમાં દેહનો વેપાર કરનારા પુરુષોને મહિલાઓ ખરીદે છે.

પુરુષ  વેશ્યાલયો અમેરિકામાં ખુલ્લે આમ છે. ગત અઠવાડિયે અમેરિકાના ફ્લોરીડામાં પુરુષ  કુટણખાનું ચલાવનારની નિર્મમ હત્યા થયાના સમાચાર હતા. પેનસેનવેલિયા સ્ટેટમાંથી પસાર થતા શિકાગો-જર્સી હાઈવે, ડેટ્રોઈટ સ્ટેટ હાઈવે ઉપર મોટીમસ મોટેલોમાં પુરુષ  દેહ વેપારનાં ધીકતાં કારખાનાં ચાલે છે. ખાસ કરીને એટલાન્ટા સિટી જ્યાં જુગારખાનાં છે ત્યાં આ વેપાર ધમધમે છે.ન્યૂયોર્કના મેનહ્ટનની પ૬ મા એવન્યુની એક ગલીમાં મોડી રાતે જિગોલોનું બજાર ભરાય છે. અમેરિકા જ નહીં દુનિયાભરમાં પુરુષ દેહ વેપારનો દાવાનળ ભડકેલો છે.

જાપાનમાં વેશ્યાવૃત્તિ કરતા પુરુષ ોને કોગામા તરીકે ઓળખવામાં આવે છે. શારીરિક જરૂરિયાતની તૃપ્તિ માટે જાપાનીસ યૃવતીઓ પુરુષને ભાડેથી મેળવે છે. જાપાનમાં પ્રૌઢ પુરુષો દેહ વેપારના ધંધામાં વ્યસ્ત છે. મધ્ય એશિયા, અફ્ઘાનિસ્તાનના દક્ષિણી ભાગોમાં ૧ર થી ૧૬ વર્ષના તરુણો પાસે દેહ વેપાર કરાવવામાં આવે છે, જેમને બાચ્ચા તરીકે સંબોધવામાં આવે છે. કામોત્તેજક મહિલાઓ આ બાળકો પાસે સેક્સી ગીતો ગવડાવી આનંદ માણે છે. ક્યુબામાં દેહવેપાર કરનારા પુરુષો જિનેતરો કહેવાય છે. કેરેબિયન દ્વિપમાં પુરુષ વેશ્યાઓને સૈફ્ીપૈકી નામ અપાયું છે અને ભારતમાં જિગોલો. ઠેરઠેર હવે દેહ વેપારના ધંધામાં પુરુષ  ખુલ્લે આમ છે. ગમે તેટલી પાબંદીઓ આ બંધાને અટકાવી કે અભડાવી શકી નથી. યુરોપીય દેશોમાં ૧૮૮૯ થી મેલ પ્રસ્ટીટયુશન શરૂ થયું હતું. યુનાઈટેડ કિંગડમે હોમોસેક્સ્યુઆલિટી પર આકરો પ્રતિબંધ લાદ્યો હતો.

છતાં પણ ગેરકાયદેસર મેલ-બ્રોથલ ધીકતી કમાણી કરતાં થોડાક વર્ષ પહેલાં ૧૦ મી જાન્યુઆરી ર૦૧૦ ના રોજ સ્વિઝરલેન્ડના જુરિક સિટીમાં અદ્યતન સુવિધા યુક્ત ગે-બ્રોથેલ દેહવેપારનું નમૂનેદાર કારખાનું શરૂ થયું છે. અહીં પુરુષોના દેહ સૌદા થાય છે. વિદેશોમાંથી પ્રસરેલો આ ભયંકર વાઈરસ ભારતને પણ સ્પર્શી ગયો છે. દેશમાં જિગોલોની સંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ઈન્ટરનેટ પર સક્રિય ઢગલા બંધ એજન્સીઓ પુરુષ  દેહના સૌદા કરે છે. એટલે કે ભારતમાં પણ આ સેક્સ પ્રેક્ટિસ ટ્રેંડ પકડી રહી છે. દેશમાં મોટાં મહાનગરો અને પ્રવાસન સ્થળોએ શરીર વેચનારા પુરુષોની સગવડો મળી રહે છે. ભારતના પાટનગર દિલ્હીમાં રાત્રે દસ વાગ્યાથી સવારે ત્રણ વાગ્યા સુધી અંસલ પ્લાઝા, સાઉથ એકસ્ટેશન, જે.એન.રોડ વિસ્તાર, કેનોટ પેલેસની કેટલીક હોટલો, ડીસ્ટ્રીક્ટ સેન્ટર રોડ જનકપુરી વિસ્તારમાં, હોટેલોમાં જિગોલો મળી આવતા હોવાનું કહેવાય છે.

દિલ્હી ઉપરાંત મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને રાજસ્થાનના ઉદેપુર, જયપુર તથા જેસલમેરમાં જિગોલોની સગવડો કરી આપનારી એજન્સીઓ તહેનાત છે. વિદેશી સહેલાણીઓનું પ્રમાણ જ્યાં જ્યાં વધારે હોય છે ત્યાં ત્યાં જિગોલોના ધંધા વિકસ્યા છે.

એકાંકી જીવન વ્યતીત કરતી, અવસાદગ્રસ્ત સામાજિક સ્થિતિમાં જીવતી, જેનો પુરુષ  સતત ઘરથી દૂર રહેતો હોય, શરાબ, સિગરેટની આદતી, અત્યંત સમૃદ્ધિ ધરાવતી અને જીવનમાં અસંતોષ ધરાવતી કેટલીક મહિલાઓ જિગોલોની શોખીન હોવાની એજન્સીઓને ખબર હોય છે. જિગોલોને આ કામ કરવાના પુષ્કળ પૈસા મળે છે. ઉપરાંત સારી ભેટ સોગાદો અને માન સન્માન અને એશ આરામની જિંદગી. મોટા શહેરોમાં હોસ્ટેલોમાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવનારા આર્થિક મૂંઝવણ અનુભવતા યુવકો જિગોલો થવામાં શરમ અનુભવતા નથી. હૈદરાબાદ શહેરમાંથી પાંચ હજાર જેટલા યુવકો જિગોલો બનવાની રેસમાં છે. જિગોલોની ક્લબો છે જેમાં યુવાને તેના ફેટા સાથે ડેટા મોકલવાનો હોય છે. જો ગ્રાહકને પસંદ પડી જાય તો ર્સિવસ માટે રવાના થવાનું હોય છે. મહત્તમ મહારાષ્ટ્ર, કેરાલા અને પશ્ચિમ બંગાળના મજબુત યુવકો જેમની બોડી તંદુરસ્ત હોવાથી વધારે પ્રમાણમાં પસંદગી પામે છે. જિગોલો મહિલા ગ્રાહકનું બ્લેક મેઈલિંગ કરે નહીં તેની કાળજી એજન્સી દ્વારા રાખવામાં આવે છે.

વિદેશોમાંથી આરંભાયેલો જિગોલો ભારતમાં પણ આગળ પહોંચ્યો છે. દેહવેપારના ગણિકાઓના પરંપરાગત વ્યવસાયના કિલ્લામાં પુરુષોએ બાકોરું પાડી દીધું છે. બજાર એ જરૂરિયાતની જનની છે.

 [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન