પુલ પર રેલિંગ ન હોવાથી સામે કાંઠે શાળાએ જતા બાળકોમાં ડર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પુલ પર રેલિંગ ન હોવાથી સામે કાંઠે શાળાએ જતા બાળકોમાં ડર

પુલ પર રેલિંગ ન હોવાથી સામે કાંઠે શાળાએ જતા બાળકોમાં ડર

 | 1:50 am IST
  • Share

ડોળાસા ગામે ચંદ્રભાગા નદીના સામે પાર ગીર-સોમના જિલ્લાની શ્રેષ્ઠ શાળા પૈકીની એક ગોંદપરા પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં ડોળાસા ગામના ૫૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જે નદીમાંથી ઉતરીને શાળાએ જતા હતા, પણ ગ્રામ પંચાયત અને ગામ લોકોની રજુઆતને ધ્યાને રાખી પુલ તો પાંચ વર્ષ પહેલા બની ગયો પણ આ પુલ ઉપર રેલીંગ ન હોવાથી પુલ ઉપરથી પસાર થતા બાળકોમાં ડર રહે છે. ખાસ કરીને જ્યારે નદીમાં પાણીનો પ્રવાહ હોય ત્યારે ભારે મુશ્કેલી સર્જાઈ છે.

ડોળાસા ગામની નદીની પશ્વિમ દીશામાં છે, જ્યારે શાળા પૂર્વ દીશામાં છે. નદી પરનો પુલ પાંચ  વર્ષ પૂર્વે બની ગયો છે. સાંકડો બન્યો છે ઉપરાંત રેલીંગ પણ નથી. સીઝનમાં અનેક બળદગાડા, ટ્રેકટર, માલઢોરની અવર-જવર મોટાપ્રમાણમાં રહેતી હોય તેવા સમયે રેલીંગ વગરના પુલ પરથી પસાર થતા નાના-નાના ભુલકાઓ ડર અનુભવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન