પૂણા રોડ ઉપર બર્થ ડે ઉજવનાર ૧૨ ટીઆરબી સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પૂણા રોડ ઉપર બર્થ ડે ઉજવનાર ૧૨ ટીઆરબી સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો

પૂણા રોડ ઉપર બર્થ ડે ઉજવનાર ૧૨ ટીઆરબી સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો

 | 3:30 am IST

  • વીડિયો વાયરલ થતાં જ તમામને ફરજમુક્ત પણ કરાયા હતા
  • બે જવાબદાર હરકતે પોલીસને હાંસીને પાત્ર બનાવી દીધી

સુરત

પૂણાગામ સીતાનગર બ્રિજ નીચે ટીઆરબીના જવાનો દ્વારા જાહેરમાં બર્થ ડે કેક કાપી સેલિબ્રેશન કરતો વીડિયો વાઈરલ થવાની ઘટનામાં  ૧૨ને સસ્પેન્ડ કરવાની સાથે તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગ તથા એપેડેમિક એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો હતો.

સોમવારે બપોરે એક વરવો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં સીતાનગર બ્રિજ નીચે ૧૦ કરતાં વધુ ટીઆરબીના જવાનો જાહેરમાં બર્થ ડે  સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા. આ જવાનોને અહીં લોકો પાસે નિયમ પાલન કરાવવા માટે મૂક્યા હતા, પરંતુ તેઓ જ કાયદાના ધજાગરા  ઉડાડતાં જોવા મળ્યા હતા. જાહેરમાં સેલિબ્રેશન માટે ભેગા થવા ઉપર ગુનો બને છે, પોલીસ કમિશનરનું પણ પોતાનું અલગથી જાહેરમાં બર્થ ડે  મનવવા ઉપર જાહેરનામું છે, પરંતુ છતાં પણ આ ટીઆરબીના જવાનો જાહેરમાં ઉજાણી કરતાં જોવા મળ્યા હતા.

કોરોના સંક્રમણના વધુ કેસો વચ્ચે જેની ડયૂટી લોકો પાસે સોશિયલ ડિસ્ટન્સ કરાવવાની છે તે જ ટીઆરબીના જવાનો જાહેરમાં બર્થ ડે  સેલિબ્રેશન કરતા હોઇ ડી.સી.પી. પ્રશાંત સુંબેએ વીડિયોમાં દેખાતા ૧૨ ટીઆરબી જવાનોને સસ્પેન્ડ કરી દેવાની સાથે તેમની વિરુદ્ધ ઇ ન્કવાયરી ઓર્ડર કરી હતી.

દરમિયાન આજે આ મામલે પુણા પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. ટીઆરબી વૈશાલીબેન, ચેતનબેન, જાગૃતિબેન, જયાબેન, હીનાબેન,  અરૂણાબેન, ફિલીપ, ધર્મેશ, સંતોષ, ચિરાગ અને બિહારી વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ ૨૬૯, ૧૮૮ તથા મહામારી અધિનિયમ ૩ મુજબ  ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;