પૂર્વનાં ૨૪ તળાવોની મ્યુનિ. સફાઇ કરાવશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પૂર્વનાં ૨૪ તળાવોની મ્યુનિ. સફાઇ કરાવશે

પૂર્વનાં ૨૪ તળાવોની મ્યુનિ. સફાઇ કરાવશે

 | 1:25 am IST
  • Share

શહેરના ૩૭ તળાવની બે વર્ષ માટે સાફ-સફાઇ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર બહાર પાડયું છે. આ ૩૭ તળાવો પૈકી સૌથી વધુ પૂર્વ વિસ્તારના ૨૪ તળાવોનો સમાવેશ કરાયો છે. જેમાં સૌથી વધુ લાંભાના ૬ તળાવોનો સમાવેશ થાય છે. સૌથી વધુ ચંડોળા તળાવની સફાઇ માટે રૃ.૨૪ લાખનો ખર્ચ કરાશે. એટલે પૂર્વ વિસ્તારના તળાવોની સફાઇ કરાશે તો તો તેની સુંદરતા વધશે.

વિગત એવી છે કે, શહેરના પૂર્વ વિસ્તારના અસારવા, સૈજપુર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ, દાણીલીમડા, ખોખરા, વટવા, ઇસનપુર, લાંભા વિસ્તારમાં મળીને કુલ ૨૪ તળાવોની સફાઇ કરવાનું મ્યુનિ.એ નક્કી કર્યું છે. ઝોન પ્રમાણે જોવા જઇએ તો દક્ષિણ ઝોનમાં ૧૧ તળાવ, પૂર્વ ઝોનમાં ૧૦, ઉત્તર ઝોનમાં ૨ અને મધ્ય ઝોનમાં એક તળાવની બે વર્ષ માટે સાફ-સફાઇ કરવા માટે મ્યુનિ.એ ટેન્ડર બહાર પાડયું છે. જો કે હાલમાં જૂની બે એજન્સીને નવા ટેન્ડર બહાર પાડી ત્રણ મહિના અથવા નવો કોન્ટ્રાક્ટ અપાય નહીં ત્યાં સુધી રૃ.૪૫ લાખના ખર્ચે તળાવની સફાઇ માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મૂકાશે. મહિનામાં એક વખત તળાવની સફાઇ કરાશે. શહેરના જુદા-જુદા ઝોનમાં આવેલા તળાવોમાં તરતા કચરા, લીલ, ઘાસ, વેલ અને તળાવના ઢાળ પર બિનજરૃરી વનસ્પતિની સફાઇ કરવાની રહેશે. જોકે કોન્ટ્રાક્ટરે તરતા આવડતું હોય તેવા જ મજૂરોને આ કામગીરી કરવા રાખવાના અને આ મજૂરોને કાયદા પ્રમાણે જરૃરી સલામતીના સાધનો આપવા પડશે. જો તળાવની સંતોષકારક સફાઇ કરાઇ નહીં હોય તો રૃ.૧૦ હજારથી રૃ.૫૦ હજાર સુધીની પેન્લટી ફટકારાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન