પૂર્વ કચ્છમાં નવા વીજ કનેક્શન માટેની અરજીઓ છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • પૂર્વ કચ્છમાં નવા વીજ કનેક્શન માટેની અરજીઓ છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ

પૂર્વ કચ્છમાં નવા વીજ કનેક્શન માટેની અરજીઓ છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ

 | 2:00 am IST
  • Share

પૂર્વ કચ્છ પીજીવીસીએલ વિભાગનાં અંજાર, ગાંધીધામ, ભચાઉ વિસ્તારની ડિવિઝન કચેરી નીચે આવતાં સબ ડિવિઝન કચેરી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી કોમર્શિયલ, રહેઠાણ માટે વીજ કનેક્શન મેળવવા ફોર્મ ભરેલ છે. તે પૈકીનાં અમુકનાં કોલ પણ કાઢવામાં આવતાં તેઓ દ્વારા જરૂરી ફી પણ ભરી દેવામાં આવી છે. તેમ છતાં પણ આજદિન સુધી વીજ કનેક્શનો મળ્યા નથી, પરિણામે લોકો સારા મુહૂર્તમાં દુકાન કે પછી રહેણાક મકાનમાં પ્રવેશ કરી નહીં શકે તેવો તાલ સર્જાયો છે.    રહેવાસીઓ દ્વારા જ્યારે જ્યારે વીજ કનેક્શનને લઇને પીજીવીસીએલનાં દ્વાર ખખડાવ્યા ત્યારે ત્યારે તેમને સર્વિસ લાઇન, થાંભલા, ટ્રાન્સફોર્મર, મીટર પેટી, મીટર સહિતની જરૂરી વસ્તુ નહીં હોવાનું અને આવ્યેથી વીજ કનેક્શન મળી જશે તેવી હૈયાધારણા આપવામાં આવી રહી છે. જોકે, વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા નવી ડીપી ઊભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જ્યાં ત્રણ ડીપીની જરૂરિયાત હોય ત્યાં એક ડીપીથી હાલે કામ ચલાવવામાં આવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે.   અત્યારે અનેક વિસ્તારોમાં નવી સોસાયટીઓ બની રહી છે, તેમાં કોમર્શિયલ દુકાનો તેમજ મકાનો પણ તૈયાર છે, હાલે ચાલતા નોરતા કે દિવાળીનાં દિવસોમાં વાસ્તુપૂજન કરીને રહેવા માટે જવા માટે લોકોએ મન બનાવ્યંુ છે, પરંતુ વીજ લાઇન નહીં હોવાને કારણે સારા મુહૂર્તમાં પોત પોતાના મકાનમાં રહેવા માટે જઇ નહીં શકે, તેને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો