પેપ્સીના નામે શું તમે નકલી તો નથી ગટગટાવતાં ને? સુરતમાં પક્ડાયા છે ડુપ્લિકેશન કરતાં વ્યક્તિઓ - Sandesh
  • Home
  • Surat
  • પેપ્સીના નામે શું તમે નકલી તો નથી ગટગટાવતાં ને? સુરતમાં પક્ડાયા છે ડુપ્લિકેશન કરતાં વ્યક્તિઓ

પેપ્સીના નામે શું તમે નકલી તો નથી ગટગટાવતાં ને? સુરતમાં પક્ડાયા છે ડુપ્લિકેશન કરતાં વ્યક્તિઓ

 | 4:44 pm IST

સુરતમાં ડુપ્લીકેશન કરી પેપ્સી વેચતાં 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં ડુપ્લિકેટ પેપ્સી કોલા બનાવવામાં આવી રહ્યાની ફરિયાદના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં પેપ્સીની ખાલી બોટલોમાં ડુપ્લિકેટ પેપ્સી ભરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. રૂ.31 હજારનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત હતો. પોલીસે કોપી રાઈટનો કેસ કરી વધુ તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
વરાછા પોલીસને પેપ્સીના કર્માચારી મનીષ ગણપત પટેલે ફરિયાદ કરી હતી. જેના આધારે વરાછા વિસ્તારના માતાવાડી નજીક આવેલા સતાધાર સોસાયટીમાં રેડ કરી હતી. જેમાં પેપ્સીની ખાલી બોટલ સહિત મશીનરી અને સમગ્ર કારખાનું ઝડપી પાડ્યું હતું.

પોલીસની રેડમાં કુલ 31 હજારથી વધુનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે, પકડાયેલા આરોપીઓ ડુપ્લિકેટ પેપ્સીને ઓરિજનલના ભાવે વેચાણ કરતા હતાં.