'પોકેમોન ગો' કરી રહી છે અધધ કમાણી, જાણીને રહી જશો આશ્ચર્યમાં - Sandesh
  • Home
  • Business
  • ‘પોકેમોન ગો’ કરી રહી છે અધધ કમાણી, જાણીને રહી જશો આશ્ચર્યમાં

‘પોકેમોન ગો’ કરી રહી છે અધધ કમાણી, જાણીને રહી જશો આશ્ચર્યમાં

 | 7:20 pm IST

ફેસબુક, ટવિટર અને વોટ્સઅપને પણ પાછળ છોડી દેનાર પોકેમોને ગો હાલમાં બધે જ છવાઈ ગયું છે. પોકેમોન ગોને લઈને વિશ્વ ખુબ જ ક્રેઝી છે. અસલમાં પોકેમોન ગોએ તેની ડૂબતી કંપનીને પણ તારવી દીધી છે. Pokemon Go ડવલોપ કરનાર જાપાનની ગેમિં ગ કંપની નિનિટેન્ડોની ઈનકમ સતત ઘટી રહી હતી. કંપનીનો પ્રોફીટ પણ 60 ટકા ઘટી ગયો હતો. જો કે પોકેમોન ગોએ રાતોરાત કંપનીની તસવીર બદલી નાંખી છે. પોકેમોન ગો હાલમાં દિવસના 33 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે.

પોકેમોન ગો પ્રતિદિવસે કમાય છે 33 કરોડ
એક અનુમાન પ્રમાણે પોકેમોન ગો દ્વારા કંપનીને 39-49 લાખ ડોલર એટલે કે લગભગ 33 કરોડ રૂપિયા પ્રતિદિવસે કમાણી કરી રહી  છે. એક સમયે કંપનીની હાલત ખૂબ જ કફોડી હતી. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલ આંકડાઓ પ્રમાણે, જાન્યુઆરી-માર્ચમાં કંપનીનો પ્રોફીટ 60 ટકા ઘટીને 14.9 કરોડ ડોલર એટલે કે 1000 કરોડ રૂપિયા રહ્યો હતો. છેલ્લા 7 વર્ષમાં કંપનીની રેવન્યુ 90 ટકા  એટલે કે 19296 કરોડ રૂપિયાથી ઘટીને 839 કરોડ રૂપિયા ઉપર આવી ગઈ હતી.

પોકેમોન ગોની 13 દિવસની કમાણી 1.5 લાખ કરોડ
પોકેમોન ગો લોન્ચ થયા બાદ નિન્ટેન્ડો કંપનીની માર્કેટ કેપમાં ધરખમ વધારો થયો છે. 6 જુલાઈ પછી કંપનીની માર્કેટ કેપમાં બે ગણો વધારો થઈ ચૂક્યો છે. આજે કંપનીની માર્કેટ કેપ 4240 કરોડ ડોલર એટલે કે 2.86 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. ટોકિયો સ્ટોક એક્સચેન્જ પર આજે કંપનીના શેરમાં 14 ટકા વધારો જોવા મળ્યો છે. ટોકિયો એક્સચેન્જ પર 4 સૌથી વધનારા શેરોમાં  પોકેમોન ગો બનાવનાર કંપની નિન્ટેન્ડોના શેર સામેલ હતા.