પોતાનાથી 12 વર્ષ નાની સાળીને પ્રેમજાળમાં જીજાજીએ ફસાવી અને.... - Sandesh
  • Home
  • Surat
  • પોતાનાથી 12 વર્ષ નાની સાળીને પ્રેમજાળમાં જીજાજીએ ફસાવી અને….

પોતાનાથી 12 વર્ષ નાની સાળીને પ્રેમજાળમાં જીજાજીએ ફસાવી અને….

 | 9:50 am IST

ભેસ્તાન વિસ્તારમાં રહેતો મુસ્લિમ યુવક તેની સગીર સાળીને પ્રેમજાળમાં ફસાવી ભગાવી ગયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ત્રણ સંતાનોના પિતા એવો આ યુવક જેને ભગાવી ગયો એ સાળી તેનાથી ઉંમરમાં ૧૨ વર્ષ નાની હોવાનું જાણવા મળે છે. 

ભેસ્તાન આવાસમાં છેદી હબીબ શેખ તેમના પત્ની નુરાઇશા તથા ચાર સંતાનો સાથે રહે છે. શેખની મોટી દીકરી જરીનાના લગ્ન ભેસ્તાનના જ મહંમદી નગરમાં રહેતાં મૈનુદ્દીન અબ્દુલગફ્ફાર શેખ સાથે કરવામાં આવ્યા છે. મૈનુદ્દીન અને જરીનાને છ વર્ષના દાંપત્ય જીવનમાં ત્રણ સંતાનો થયા છે. બીમ પસારવાનું કામ કરતો મૈનુદ્દીન શેખ ઘર નજીક જ આવેલા સાસરે અવારનવાર આવતો જતો હતો. આ દરમિયાન તેણે તેની સાળી હસીના ઉપર ડોળો નાંખ્યો હતો.

પોતાનાથી બારેક વર્ષ નાની ઉંમરની હસીનાને મૈનુદ્દીને ફસાવી હતી. માત્ર સત્તર વર્ષની ઉંમરની હસીના તેણીના જીજાની વાતોમાં એવી ફસાઇ કે સારા નરસાનું ભાન ભૂલી બેઠી હતી. તે જીજા સાથે હરવા ફરવા લાગી હતી. દુનિયા જોઇ ચૂકેલા મૈનુદ્દીને કુમળા મનની હસીનાને એવા ખ્વાબ બતાવ્યા કે તેણી તેની સાથે જ રહેવા મન બનાવી ચૂકી હતી.

દરમિયાનમાં ગત ૧૬મી તારીખે હસીના ઘરેથી અચાનક લાપતા થઇ ગઇ હતી. આઠમા ધોરણ સુધી ભણેલી હસીનાની શેખ પરિવારે ઘણી શોધખોળ કરી પણ તે મળી ન હતી. હસીના તેના બનેવી સાથે ફરતી હોવાનું જાણતાં પરિવારે મૈનુદ્દીનનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ મળ્યો ન હતો. મૈનુદ્દીનનો મોબાઇલ પણ સ્વીચ ઓફ થઇ જતાં તે જ હસીનાને ભગાવી ગયો હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. સબઇન્સપેક્ટર પારગીએ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.