પોપટ ડાબોડી જ હોય છે, એવાં બીજાં કયાં પ્રાણીઓ ડાબોડી હોય છે? - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • પોપટ ડાબોડી જ હોય છે, એવાં બીજાં કયાં પ્રાણીઓ ડાબોડી હોય છે?

પોપટ ડાબોડી જ હોય છે, એવાં બીજાં કયાં પ્રાણીઓ ડાબોડી હોય છે?

 | 2:27 am IST

પોપટ જ એવું પક્ષી છે કે જે ડાબોડી છે. પોપટને મરચું કે કંઈક ખાવાની ચીજ આપો તો ડાબા પગ વડે જ લેશે. વૈજ્ઞાાનિકો હજુ ડાબેરી કે જમણેરી પ્રાણી વિશે ચોક્કસ સંશોધન કરી શક્યા નથી. મગજનાં ડાબા ભાગમાંના કોષો વધુ સતેજ હોય તો તે જમણેરી હોય અને જમણા ભાગમાંના કોષો વધુ સતેજ હોય તો તે ડાબેરી હોય છે. સામાન્ય રીતે જમણેરીનો આખો જમણો ભાગ એટલે કે આંખ, કાન, હાથ, પગ બધું જમણેરી હોય છે. ડાબેરીના બધાં અંગો ડાબેરી હોય છે. તેમાં કેટલાંક અપવાદ હોય છે દા.ત. ડાબે હાથે લખે અને જમણા હાથે જમે. ક્રિકેટર રોબિન સિંહ ડાબે હાથે બેટિંગ કરે છે અને જમણે હાથે બોલિંગ કરે છે. ગાંધીજી બંને હાથે લખી શક્તા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન