પોરના ધરતી બાયો ડીઝલ પંપના રાજકોટની આરવ એન્ટરપ્રાઇઝે જથ્થો મોકલ્યો હતો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પોરના ધરતી બાયો ડીઝલ પંપના રાજકોટની આરવ એન્ટરપ્રાઇઝે જથ્થો મોકલ્યો હતો

પોરના ધરતી બાયો ડીઝલ પંપના રાજકોટની આરવ એન્ટરપ્રાઇઝે જથ્થો મોકલ્યો હતો

 | 2:30 am IST

 

ા વડોદરા ા  

પોરમાં ધરતી બાયો ડીઝલ પંપ ખાતે ગેરકાયદે વેચાણ મામલે આજે પોલીસે માલિક અને ભાગીદાર સહિત કુલ ચાર શખસોની ધરપકડ કરી હતી.  

પોરના ધરતી બાયો ડીઝલ પંપ ખાતે ગેરકાયદે વેચાણ સામે જિલ્લા એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બાયો ડીઝલના ઓથા હેઠળ અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં ૯ હજાર લિટર પેટ્રોલીયમ હાઇડ્રોકાર્બન પ્રવાહી એસઓજીની ટીમે પકડયું હતું. જ્વલનશીલ પ્રવાહીનું બાયો ડિઝલ તરીકે વેચાણ કરવામાં આવતું હોવાનું એસઓજીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ સ્થળે ફાયર સેફટી, પુરવઠા વિભાગ અને જીપીસીબીના પ્રમાણપત્રનો પણ અભાવ હતો. આ પ્રકરણમાં પંપના માલિક પિયુષ ભીખાભાઇ ઠુમર (રહે.શ્રાીનાથજીદ્વારા સોસાયટી, પુણા ગામ, સુરત), ભાગીદાર પંકજ જયસુખભાઇ પંડીય (રહે. ગોકુલ ધામ, જિ.રાજકોટ), ફીલર મેહુલ કિશો રભાઇ ખુંટ (રહે.બોરીયા ગામ, રાજકોટ) અને જમીન માલિક રસીક જીવનભાઇ ગેટીયા (રહે. માંજલપુર)ને પોલીસે પકડયાં હતાંવરણામા પોલીસે આવતીકાલે ચારેયના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરશે. આ ગુનામાં હાઇડ્રોકાર્બનનો જથ્થો મોકલનાર રાજકોટની આરવ એન્ટરપ્રાઇઝના જવાબદાર શખસની પોલીસ તપાસ કરી રહી છે.   માલિક, ભાગીદાર સાથે ૪ની અટક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;