પોરબંદરના તરૂણનો ફાંસો ખાઈ આપઘાત - Sandesh
  • Home
  • Rajkot
  • પોરબંદરના તરૂણનો ફાંસો ખાઈ આપઘાત

પોરબંદરના તરૂણનો ફાંસો ખાઈ આપઘાત

 | 12:25 am IST

રાજકોટ  : પોરબંદરના જુરી બાગમાં રહેતા યુવરાજ દિપકભાઈ ચૌહાણ ..૧૭ નામના તરૂણે ઘરે પંદર દિવસ પહેલા ગળાફાંસો ખાઈ લેતા રાજકોટ સારવારમાં લવાયો હતો જેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુંતપાસનીસ પી.એસ.આઈ. બી.પી.વેગડાના જણાવ્યા મુજબ મૃતક ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો તેના પિતાને ગેરેજ છે. બુલેટ લઈ દેવા પિતા સમક્ષ ડિમાન્ડ મુકી હતી. પિતાએ ના પાડતા પંદર દિવસ પહેલા ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો. સારવાર અર્થે રાજકોટ કોઠી કમ્પાઉન્ડ ડી ૧૦૪માં રહેતા રેલવે કર્મચારી માસીના પુત્રને ત્યાં લઈ અવાયો હતો અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેનુ આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.