પોરબંદરની નીરમા ફ્ેક્ટરીમાં બકેટ તૂટતા ઈજનેર સહીત બેના મોત ઃ ત્રણને ઈજા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પોરબંદરની નીરમા ફ્ેક્ટરીમાં બકેટ તૂટતા ઈજનેર સહીત બેના મોત ઃ ત્રણને ઈજા

પોરબંદરની નીરમા ફ્ેક્ટરીમાં બકેટ તૂટતા ઈજનેર સહીત બેના મોત ઃ ત્રણને ઈજા

 | 5:13 am IST
  • Share

  • ફ્ેક્ટરીમાં છેલ્લા દોઢ માસમાં અકસ્માતની ચોથી ઘટના
  • સેફ્ટી ઓડીટ ન થાય ત્યાં સુધી ફ્ેક્ટરી બંધ રાખવા હુકમ

। પોરબંદર । પોરબંદરની નીરમાં ફ્ેક્ટરીમાં બકેટ તૂટતા ઈજનેર સહીત બે લોકોના મોત થયા છે જયારે ત્રણ લોકોને ઈજા થઇ છે. ફ્ેક્ટરીમાં વારંવાર બનતા અકસ્માતોને લઈને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફ્સિરે ફ્ેક્ટરીનું સેફ્ટી ઓડીટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફ્ેક્ટરી બંધ રાખવા હુકમ કર્યો છે. પોરબંદરની નિરમા ફ્ેકટરીમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે સવારના સમયે ફ્ેકટરીમાં કીલન નજીક મશીનમાંથી બકેટ તૂટતા ત્યાં કામ કરી રહેલા બે એન્જીનીયર સહીત પાંચ જેટલા કર્મચારીઓને ઈજા થઈ હતી, જેમાં મીકેનીકલ ઈજનેર હિરેન પ્રભુદાસ અગ્રાવત (ઉવ૩૨) નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો પ્રતાપ હાથીયાભાઈ ઓડેદરા નામના વેલ્ડરને ગંભીર સ્થિતિમાં રાજકોટ લઇ જતી વખતે મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક ઇજનેર મેહુલ વાલિયા, હેલ્પર જયેશ રવિશંકર જોશી અને ફ્ીટર ભરત રાજુભાઈ પાંડાવદરાને ઈજાઓ થઇ હતી. આથી તેઓને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા મીડીયાકર્મીઓ પણ હોસ્પીટલે દોડી ગયા હતા. પરંતુ ફ્ેકટરીમાં ફ્રજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ફ્ેકટરીની બેદરકારીને છાવરવા માંગતા હોય તેમ કાંઈ કહેવા માટે તૈયાર ન હતા. બનાવ ની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફ્સિર જીગ્નેશભાઈ દ્વિવેદી પણ તુરંત સ્થળ પર દોડી ગયા હતા.
ફ્ેક્ટરીમાં છેલ્લા દોઢ માસ માં અકસ્માતની ઘટના બની છે જેમાં અગાઉ બે કામદારોએ જીવ ગુમાવ્યા બાદ આજે વધુ બે કામદારોએ જીવ ગુમાવતા કંપનીમાં સલામતી પર સવાલો ઉભા થયા છે. જેથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફ્સિરે સમગ્ર ફ્ેક્ટરીની ઈમારતો,મશીનરી વગેરેનું સંપૂર્ણ સેફ્ટી ઓડીટ કરવા સુચના આપી છે અને જ્યાં સુધી આએડિટ પૂર્ણ કરી રીપોર્ટ ન આવે ત્યાં સુધી ફ્ેક્ટરી બંધ રાખવા હુકમ કર્યો હતો.
આ અંગે કોંગી અગ્રણી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ફ્ેક્ટરીની ગંભીર બેદરકારીના કારણે ફ્ેક્ટરીમાં આ ચોથો અકસ્માત છે. ફ્ેક્ટરીમાં સેફ્ટી માટેના અધિકારીઓ નથી, લેબર ડીપાર્ટમેન્ટના અધિકારીઓ પણ નથી. તેમ જણાવ્યુ હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો