પોરબંદરમાં ત્રણ સગીર પુત્રીઓ ઉપર હેવાન બાપનો બળાત્કાર - Sandesh
 • Home
 • Newspaper
 • પોરબંદરમાં ત્રણ સગીર પુત્રીઓ ઉપર હેવાન બાપનો બળાત્કાર

પોરબંદરમાં ત્રણ સગીર પુત્રીઓ ઉપર હેવાન બાપનો બળાત્કાર

 | 12:15 am IST

 • પત્ની ગુજરી ગયા પછી પાંચ વર્ષથી પુત્રીઓ પર દુષ્કર્મ આચરતો
 • સેકસ મેનિયાક બાપ સામે પોલીસે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો, આરોપીની ધરપકડ
  પોરબંદર : પોરબંદરમાં પિતા-પુત્રીના સંબંધને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સગા બાપે જ તેની ત્રણ ફ્ૂલ જેવી દીકરીઓને પીંખી નાંખી છે. આ નરાધમ પિતા એક નહીં પણ પોતાની જ ત્રણ-ત્રણ સગીર પુત્રીઓ પર છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. બનાવના પગલે સમગ્ર પૌરબંદર પંથકમાં આ વિકૃત પિતા પર ફ્ટિકાર વરસી રહ્યો છે. આ અંગે પોલીસમાં ફ્રિયાદ નોંધાતા પોલીસે પોસ્કો સહિતની કલમો સાથે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.
  આ નરાધમની પત્ની સાતેક વર્ષ પહેલા મૃત્યુ પામી છે અનેકમકમા ઉપડી જાય એવી જુગુપ્સાપ્રેરક ઘટના એવી છે કે પોરબંદરમાં રહેતા અને છૂટક ઇલેક્ટ્રિક રીપેરીંગનું કામ કરતા એક ચાલીસ વર્ષીય વિકૃત પિતાએ પોતાની જ ત્રણ સગીર પુત્રીઓ પર છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ આચરતો હતો આ ત્રણેય પુત્રીઓ જૂનાગઢ ખાતે એક સંસ્થામાં અભ્યાસ કરે છે.
  તાજેતરમાં સાતમ-આઠમના તહેવારમાં ઘરે આવેલી પુત્રીઓમાંથી સૌથી નાની નવ વર્ષીય પુત્રી પર આ નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો ત્યાર બાદ ત્રણેય બહેનો પરત જુનાગઢની સંસ્થામાં અભ્યાસ કરવા માટે ચાલી ગઈ હતી જ્યાં નાની પુત્રીને કેટલીક શારીરિક તકલીફે થતા તેણે આ અંગે પોતાની બહેનોને અને બાદમાં સંસ્થાના સંચાલકોને જાણ કરતા તેઓએ ડોકટરી તપાસ કરાવતા જે હકીકતો સામે આવી હતી તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આ આ કુમળી કુલ જેવી બાળા પર કોઈ એ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું આથી તેને આ અંગે પૂછતા રડતા રડતા તેણીએ સગા પિતાએ પોતાના પર આ કૃત્ય ગુજાર્યું હોવાની કબુલાત આપી હતી ત્યાર બાદ તેની અન્ય બંને મોટી બહેનો કે જેમાં એકની ઉમર ૧૪ વર્ષ તથા બીજીની ઉમર ૧૫ વર્ષ છે તેણીએ પણ સંસ્થાના સંચાલકોને એવું જણાવ્યું હતું કે નાની બહેન પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે . ત્રણેય બહેનોએ પોતાના ૧૭ વર્ષીય ભાઈને સાથે રાખી કમલાબાગ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા અને અહી સગા પિતા વિરૂધ ત્રણેય બહેનોએ બળાત્કાર ગુજારતા હોવાની ફ્રિયાદ નોંધાવી છે.
 • ત્રણેય સગીરાઓની માતાનું સાત વર્ષ પહેલા અવસાન થયું છે
  નરાધમ ને સતર વર્ષીય પુત્ર છે જે પોરબંદર ખાતે અભ્યાસ કરે છે જયારે ત્રણેય પુત્રીઓની માતાનું સાતેક વર્ષ પહેલા અવસાન થઇ જતા ત્રણેય પુત્રીઓને અભ્યાસ માટે જુનાગઢ ખાતેની એક સંસ્થા ખાતે દાખલ કરી હતી છેલ્લા પાંચ પાંચ વર્ષથી પુત્રીઓ પર દુષ્કર્મ આચનાર પિતાપર આઈ.પી.સી.ક.૩૭૬(૨),૩૭૬(૩)૫૦૬(૨) તથા પ્રોટેકશન ઓફ્ ચિલ્ડ્રન્સ હોમ સેકસ્યુઅલ ઓફ્ેન્સ એકટ ૨૦૧૨ ની કલમ- ૬ મુજબ ગુન્હો નોંધી તે હેવાનની પોલીસે ધરપકડ કરી છે.
 • નરાધમ બળાત્કારના કેસમાં અગાઉ જેલની હવા ખાઈ ચૂક્યો છે
  આ નરાધમ પર અગાઉ પણ એક બળાત્કારની ફ્રિયાદ થઇ હોવાનું અને તે કેસમાં તે દસેક વર્ષ પહેલા જેલની હવા પણ ખાઈ ચુકેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું અને નિયમિત દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે હાલ તો ત્રણેય સગીરાઓ અને નરાધમ પિતાના મેડીકલ ચેક અપની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે ત્રણેય બહેનોના વિશેષ મેડીકલ ચેકઅપ માટે જામનગર જી જી હોસ્પિલ ખાતે મોકલવામાં આવી છે. કાલે સોમવારે આ નરાધમને દસ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાશે તેવું જાણવા મળે છે.