પોલીસે કારનો ૩૧ કિલોમીટર ફિલ્મી ઢબે પીછો કરી દારૂ સહિત બેને દબોચ્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પોલીસે કારનો ૩૧ કિલોમીટર ફિલ્મી ઢબે પીછો કરી દારૂ સહિત બેને દબોચ્યા

પોલીસે કારનો ૩૧ કિલોમીટર ફિલ્મી ઢબે પીછો કરી દારૂ સહિત બેને દબોચ્યા

 | 1:51 am IST
  • Share

પાટડી તાલુકાથી અવારનવાર મોંઘીદાટ કારમાં વિદેશી દારૃની હેરાફ્ેરી થતી હોવાનું સામે આવતું હોય છે. જેને અટકાવવા ધાંગધ્રા ડિવિઝન ડી.વાય.એસ.પી આર.બી.દેવધા તથા સર્કલ પોલીસ ઔઇસ્પેક્ટર બી.એમ.દેસાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ દસાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ.ઠાકર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે દસાડા પોલીસને શંખેશ્વર તરફ્થી સ્કોડા કાર ગેરકાયદે ભારતીય બનાવટનો વિદેશી દારૃ ભરી આવી રહી છે. તે માહિતી મળતા દસાડા પોલીસે દસાડા બજાણિયાવાસ પાસે વોચ રાખતા સ્કોડા કાર પોલીસને જોઈ પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. દસાડા પોલીસ સ્ટાફ્ સાથે ફ્લ્મિી ઢબે સ્કોડા કાર ૩૧ કિલોમીટર પીછો કરી પાટડી બજાણા પસાર કરી માલવણ રોડસાઈડથી કાર સહિત નાસવાનો પ્રયત્ન કરતા દિવ્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ અને વિશ્વરાજસિંહ ગિરિરાજસિંહ (રહે.બંને ગાયત્રી ચોક નવાગામ ઘેડ જામનગર)ની પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૃ મેકડોવેલ્સ નં-૦૧ બોટલ નંગ-૩૬ કિંમત રૃ ૧૩૫૦૦ ટીન બિયર-૧૯૨ કિંમત રૃ.૧૯,૨૦૦ તથા મોબાઈલ નંગ-૦૩ કીંમત રૃ. ૧૦,૫૦૦ સ્કોડા કાર નંબર ય્ત્ન-૦૩-ઈઇ-૯૨૮૧ કિંમત રૃપિયા ૩ લાખ ૫૦ હજાર મળી કુલ રૃપિયા ૩ લાખ ૯૩ હજાર ૨૦૦ના મુદ્દામાલ સાથે બંને ની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો