પોલો મેદાનમાં દશેરાની સાંજે માનવ મહેરામણનો સમુદ્ર નહિ ઘૂઘવે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પોલો મેદાનમાં દશેરાની સાંજે માનવ મહેરામણનો સમુદ્ર નહિ ઘૂઘવે

પોલો મેદાનમાં દશેરાની સાંજે માનવ મહેરામણનો સમુદ્ર નહિ ઘૂઘવે

 | 3:21 am IST

કોરોના ઇફેક્ટ ઃ વિજયાદશમીએ રાવણ દહન રદ કરાયું, માત્ર સંક્ષિપ્ત રામલીલા

ા વડોદરા ા

ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ(નિકા)દ્વારા આગામી શુક્રવારે દશેરા(વિજ્યા દશમી)ના મહાપર્વે પોલોેમેદાન ખાતે રામલીલાનું મંચન માત્ર આમંત્રિતો વચ્ચે દોઢ કલાક જારી રહેશે. મહામારીની મુશ્કેલીને પગલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય નાગરિકો સામેલ થઇ શકશે નહિં.  

નિકા દ્વારા ૧૫મી ઓક્ટોબરે દશેરા(વિજ્યા દશમી)ના પવિત્ર પર્વે સાંજે ૫થી૬.૩૦ કલાક દરમિયાન ૩૫ કલાકારો દ્વારા જ રામલીલાનું મંચન કરી પરંપરા નિભાવવામાં આવશે. પરંતુ, રાવણ-મેઘનાદ-કુંભકર્ણના ૬૦ ફુટ કરતા ઊંચા પૂતળાનું દહન કરવામાં આવશે નહિં. હોમાત્મક યજ્ઞમાં ૩૨ પ્રકારની ઔષધીય સામગ્રીમાં કપુર, કાળાતલ, જવ, ચોખા, ગૂગળ, જટામસી, અગર-ટગર, લોબાન, ગાયનું ઘી, આંબાનું લાકડું, ગાયના ગોબરમાંથી બનાવેલા છાણા સહિતની સામગ્રીનો ઉપયોગ કરાશે. નિકા દ્વારા પ્રદેશ ભા.જ.પ.અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મહેસુલ-કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સ્ટેટ આઇ.બી.ના વડા અનુપમસિંહ ગેહલૌત, જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર ડો.સમશેરસિંઘ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભવોને આમંત્રણ પાઠવી દેવાયું છે. નિકાના પ્રવિણ ગુપ્તા, જ્યોતિષાચાર્ય અને નિકાના મહામંત્રી એ.કે.મિશ્રાા, રવિ શુક્લા, અવિનાશ ગુપ્તા, ઓ.પી.રાઠી, દિનેશ શર્મા, વિનોદ મહેશ્વરી, પ્રદિપ ચૌહાણ સહિતના અગ્રણીઓ કાર્યક્રમની સફળતા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;