પ્ઘર બહાર શાક સમારી રહેલા પ્રૌઢાના ગળામાંથી સોનાના ચેઈનની તફડંચી - Sandesh
NIFTY 10,429.95 +8.55  |  SENSEX 33,949.68 +31.74  |  USD 64.9250 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પ્ઘર બહાર શાક સમારી રહેલા પ્રૌઢાના ગળામાંથી સોનાના ચેઈનની તફડંચી

પ્ઘર બહાર શાક સમારી રહેલા પ્રૌઢાના ગળામાંથી સોનાના ચેઈનની તફડંચી

 | 12:35 am IST

રાજકોટ : રાજકોટમાં તસ્કરોની હિંમત કેટલી હદે વધી ગઈ છે તેની પ્રતિતિ કરાવતાં એક ચોંકાવનારા બનાવમાં ઘરની બહાર શાક સમારી રહેલા મહિલાના ગળામાં ઝોંટ મારી સોનાનો ચેઈન તફડાવી બાઈક સવાર ‘સમડી’ ઉડી ગઈ હતી !
પુજારા પ્લોટ શેરી-નં.૬માં રહેતા અન્શોયાબેન વૃજલાલ સોની (ઉ.વ.૬પ) એ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા
અનુસાર તેઓ પોતાના ઘરની બહાર બપોરના ૧રઃ૩૦ કલાક આસપાસ શાક સમારી રહ્યા હતા ત્યારે એક ર૦ થી ૩૦ વર્ષની ઉંમરનો અજાણ્યો શખસ પાછળથી આવ્યો હતો અને ગળામાં પહેરલો અઢી ગ્રામનો ચેઈન (કિંમત ૪પ૦૦૦) આંચકી થોડે દૂર બાઈક પર ઉભેલા સાગરીત સાથે નાસી છૂટયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.