પ્રકૃતિ વચ્ચે બાગકામ કે કસરત કરવાથી મન પ્રસન્ન રહે છે, બેચેની દૂર થાય છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • પ્રકૃતિ વચ્ચે બાગકામ કે કસરત કરવાથી મન પ્રસન્ન રહે છે, બેચેની દૂર થાય છે

પ્રકૃતિ વચ્ચે બાગકામ કે કસરત કરવાથી મન પ્રસન્ન રહે છે, બેચેની દૂર થાય છે

 | 4:07 am IST
  • Share

  • પ્રકૃતિ વચ્ચે બાગકામ અને એક્સસાઇઝ કરવાથી બેચેની દૂર થાય છે અને મન પ્રસન્ન રહે છે. 

  • રિસર્ચ કહે છે જો લોકો પોતાને સ્વસ્થ રાખવા ઇચ્છે છે તો કેટલોક સમય પ્રકૃતિ સાથે વિતાવવો જરૂરી છે. આ પણ સારા સ્વાસ્થ્ય માટે એક પ્રકારનું રોકાણ છે જેનો ફાયદો માનસિક રીતે મળે છે.

ઇંગ્લેન્ડની યોર્ક યુનિર્વિસટીના રિસર્ચરોએ તેમના તાજેતરના રિસર્ચમાં દાવો કર્યો છે કે, કુદરતી વાતાવરણ વચ્ચે સમય વિતાવવાથી મન ખુશ રહે છે. આવી જગ્યાઓ પર વ્યક્તિ માનસિક સમસ્યા અને તણાવથી પણ દૂર રહે છે. સંશોધકોનું કહેવું છે કે, પ્રકૃતિના ખોળે એક્ટિવિટી કરવાથી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર શું અસર પડે છે તે જાણવા માટે આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, 8થી 12 અઠવાડિયા વચ્ચે જો વ્યક્તિ 20થી 90 મિનિટ સુધી કુદરતી વાતાવરણમાં પ્રકૃતિ વચ્ચે વિતાવે તો માનસિક રીતે તે હળવાશ અનુભવે છે.  રિસર્ચર ડો.પીટર કોવેન્ટ્રી કહે છે, અમે જાણીએ છીએ કે પ્રકૃતિ વચ્ચે થોડો સમય વિતાવવાથી આરોગ્ય સારુ રહે છે. પરંતુ રિસર્ચમાં એ સાબિત થયું છે કે, આ મેન્ટલ હેલ્થ માટે પણ એટલું જ સારું છે. પ્રકૃતિ વચ્ચે ગાર્ડનિંગ, એક્સસાઇઝ અને અન્ય એક્ટિવિટી મનને પ્રસન્નતા અને ઊર્જાથી ભરી દે છે. રિસર્ચર પીટર કહે છે, જો આવી જગ્યા પર વ્યક્તિ ગ્રૂપ સાથે સમય વિતાવે છે અને પોઝિટિવ એક્ટિવિટી કરે છે તો તેમની મેન્ટલ હેલ્થને ફાયદો થાય છે. રિસર્ચ કહે છે જો લોકો પોતાને સ્વસ્થ રાખવા ઇચ્છે છે તો કેટલોક સમય પ્રકૃતિ સાથે વિતાવવો જરૂરી છે. આ પણ સારા સ્વાસ્થ્ય માટે એક પ્રકારનું રોકાણ છે જેનો ફાયદો માનસિક રીતે મળે છે. જોકે આ રિસર્ચમાં મેન્ટલ હેલ્થ માટેના ફાયદાઓ તો સમજાવવામાં આવ્યા છે પરંતુ આવી આઉટડોર એક્ટિવિટીઝથી શરીરને કેટલો ફાયદો થાય છે તેને લગતી માહિતી આપવામાં આવી નથી. રિસર્ચરોનું કહેવું છે કે, હવે રિસર્ચના આગામી પડાવમાં આના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ફાયદાઓને સમજવાની જરૂર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો