પ્રજાના પૈસે વાહનો ખરીદવા મનપાના ભાજપના પદાધિકારીઓને અભરખા - Sandesh
  • Home
  • Bhavnagar
  • પ્રજાના પૈસે વાહનો ખરીદવા મનપાના ભાજપના પદાધિકારીઓને અભરખા

પ્રજાના પૈસે વાહનો ખરીદવા મનપાના ભાજપના પદાધિકારીઓને અભરખા

 | 4:15 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓને નવી મોંઘીદાઢ ગાડીઓમાં ફરવાના અભરખા જાગ્યા છે, પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા પદાધિકારીઓ આવક ઉભી કરવામાં પાણીમાં બેસી ગયા છે, પણ પોતાની સવલતો માટે બધુ જ કરવા તૈયાર છે.

મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યૂટી મેયર, ચેરમેન, નેતા, વિપક્ષ નેતા તેમજ નગરસેવકો માટે ગાડી છે, આ સિવાય અધિકારીઓના વાહનો જુદા. મહાનગર પાલિકાની આવક જાવકનો કોઈ ટાંગામેળ નથી, કરોડોના ખર્ચાઓ સામે આવક ઓછી છે, છતા આવક વધારવામાં કોઈ પદાધિકારીઓને રસ નથી, પણ જ્યા સુધી ખુરશી મળી છે ત્યા સુધીમાં પ્રજાના પૈસાનું આંધણ કેમ થાય અને પોતાને સવલત કેમ મળી રહે તેવા હેતુથી વધુ બે ફોર વ્હીલર ખરીદવા ગતિવીતિ ચાલી રહી છે. ભૂતકાળમાં પદાધિકારીઓ કામ સિવાય મહાનગર પાલિકાના વાહનોનો ઉપાયોગ ટાળ્યો હોવાનું તેમજ ભથ્થા પણ જતા કર્યા હોવાના દાખલા છે.

જેની સામે વર્તમાન બોડીના પદાધિકારીઓને સવલતમાં જ રસ છે, થોડા સમય પૂર્વે મેયર માટે રૃપિયા ૪૫૦૦૦નો મોબાઈલ ખરીદયો હતો, હવે બે ગાડીઓ ખરીદાશે, કરદાતાઓ વેરો ભરે તેમાંથી આ ખર્ચ ચૂકવાશે. હાથમાં તેના મોંમાની માફક શાસક ભાજપના પદાધિકારીઓ મહાપાલિકાની આવકનું જે થવું હોય તે થાય પણ ખર્ચાઓમાં પણ પાછીપાની કરતા નથી. છેલ્લા બે ત્રણ સ્ટેન્ડીંગ કમિટીમાં આ ફાઈલ પેન્ડીંગ છે, જે ટૂંક સમયમાં મંજુર કરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;