પ્રદૂષિત પાણીની લાઇનમાં ભંગાણ દૂષિત પાણી વરસાદી કાંસમાં વહ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પ્રદૂષિત પાણીની લાઇનમાં ભંગાણ દૂષિત પાણી વરસાદી કાંસમાં વહ્યું

પ્રદૂષિત પાણીની લાઇનમાં ભંગાણ દૂષિત પાણી વરસાદી કાંસમાં વહ્યું

 | 2:45 am IST

ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીનીએનસીટીએલના સંપ સુધી લાઈનમાં ભંગાણઔ। ઝઘડિયા ।

ઝઘડીયા જીઆઇડીસી માં રોજિંદા હવા પ્રદૂષણ, ધન કચરા પ્રદૂષણ તથા વરસાદી કાંસ વાટે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બની રહી છે. ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ એક કંપનીની પ્રદુષિત પાણીની લાઈન જે એનસીટીએલ ના સંપ સુધી જોડે છે, તે લાઈન માં ગત મોડી રાત્રેથી ભંગાણ સર્જાયું હતું. ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ ન્યુ બરગ ચોકડી પાસે આ કંપનીની એનસીટીએલના સંપ સુધી જતી પ્રદુષિત પાણીની લાઈન મોટાપાયે લીકેજ થઈ રહી છે. લીકેજ થયાને કલાકો વીતી ગયા બાદ પણ તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નહોતું.

કંપનીની આ લાઈન મા લીકેજ થયેલ પ્રદૂષિત પાણી જાહેરમાં વરસાદી કાંસમાં વહી રહ્યું છે અને કાંસ થકી તે નજીકની ખાડીમાં તથા ખાડી વાટે નર્મદા સુધી પહોંચે છે. બિન જવાબદાર કંપની સંચાલકો દ્વારા કલાકો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ઉપરાંત જીઆઇડીસીની મોનીટરીંગ ટીમે પણ આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી એમ સ્થાનિકો દ્વારા જણાવાયુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;