પ્રભાસ હવે 'કબીર સિંહ'ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની 'સ્પિરિટ' કરશે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પ્રભાસ હવે ‘કબીર સિંહ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ કરશે!

પ્રભાસ હવે ‘કબીર સિંહ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ કરશે!

 | 3:00 am IST
  • Share

બાહુબલી સીરિઝથી જાણીતા થયેલા સાઉથના અભિનેતા પ્રભાસે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. એ મુજબ તે કબીર સિંહના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માં કામ કરશે. મજાની વાત એ રહી કે આ ફિલ્મ માટે સંદીપની પહેલી પસંદ પ્રભાસ નહીં પણ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ હતો. આ માટે તેણે મહેશનો સંપર્ક પણ કર્યો હતો. જોકે કોઈ કારણસર વાત આગળ વધી નહોતી. સંદીપ રેડ્ડી વાંગા લાંબા સમયથી મહેશ બાબુ સાથે કામ કરવા માંગતા હતા, એ માટે તેમણે ‘અર્જુન રેડ્ડી’ની સફળતા પછી સતત મહેશ બાબુના સંપર્કમાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. કેટલીક ફિલ્મોની સ્ક્રીપ્ટ પર બંનેએ ચર્ચાઓ પણ કરી હતી. જેમાંની કેટલીક મહેશને ગમી નહીં, તો કેટલીક સ્ક્રીપ્ટમાં તેણે સુધારો કરવાની સલાહ આપી હતી, એટલે વાત જામતી નહોતી. એ પછી સંદીપ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા હતા. રિપોર્ટનું માનીએ તો મહેશ બાબુ સાથે વાત ન બનતા સંદીપે પ્રભાસનો સંપર્ક સાધ્યો હતો અને તેણે તરત હા પાડી દીધી હતી. સંદીપને તેનાથી ફાયદો એ થયો કે પ્રભાસે તેમની મુલાકાત ટી સીરિઝના ભૂષણકુમાર સાથે કરાવી દીધી અને તેમને સંદીપની ફિલ્મનો કન્સેપ્ટ ખૂબ ગમી ગયો હતો અને તરત ફિલ્મના નિર્માણ માટે હા ભણી દીધી હતી. ભૂષણકુમાર અગાઉ પ્રભાસની બે ફિલ્મો ‘સાહો’ અને ‘રાધે શ્યામ’માં પણ સહનિર્માતા રહી ચૂક્યા હોવાથી સંદીપને તેમનો સહકાર પણ મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો