પ્રભુદાસ તળાવમાં મકાન ધરાશાયી થતાં કાટમાળમાં દટાયેલાં વૃદ્વાનું મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • પ્રભુદાસ તળાવમાં મકાન ધરાશાયી થતાં કાટમાળમાં દટાયેલાં વૃદ્વાનું મોત

પ્રભુદાસ તળાવમાં મકાન ધરાશાયી થતાં કાટમાળમાં દટાયેલાં વૃદ્વાનું મોત

 | 4:24 am IST
  • Share

ા ભાવનગર ા

શહેરમાં ગતરાત્રિથી પડેલાં અનરાધાર વરસાદના પગલે બે મકાનો ધરાશાયી થયા હતા. જેમાં ભાદેવાની શેરીમાં આવેલ મકાન પડી ગયુ હતુ. જ્યારે પ્રભુદાસ તળાવમાં આવેલ જર્જરિત મકાન ધરાશાયી થતાં તેના કાટમાળમાં દબાયેલાં વૃદ્વાને ગંભીર ઈજા થતાં વૃદ્વાનું સારવારમાં મોત નિપજ્યું હતું. જયારે, અન્ય ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

શહેરના પ્રભુદાસ તળાવમાં નવી જોગીવાડ જોગણી માતાના મંદિર પાસે રહેતાં ૮૦ વર્ષીય વૃદ્વ સમજુબેન મનુભાઈ રાઠોડ આજે બપોરના સુમારે તેમના ઘરે હતા. ત્યારે, વરસાદના કારણે મકાન ધારાશાયી થતાં વૃદ્વા મકાન નીચે દબાયા હતા. તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયાં સાંજના સુમારે તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. મૃતકના કુંટુંબી સુરેશભાઈએ ટેલિફોનિક વિગત આપતાં જણાવ્યું હતું. જો કે, હાલ ઈજાગ્રસ્તોની સ્થિતિની સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન