પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં તત્વો સામે તપાસ કરો - Sandesh
  • Home
  • Newspaper
  • પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં તત્વો સામે તપાસ કરો

પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં તત્વો સામે તપાસ કરો

 | 3:13 am IST

 

સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં બનેલી કથિત ઘટનાને ટાંકી ડીઆઈજી અને ડીએસપીને આવેદન અપાયું

બે દિવસ અગાઉ બનેલી ઘટના ટાણે સિંધી સમાજમાં ધર્મ પરિવર્તનની બાબત જાણી રોષની લાગણી ભભૂકી ઉઠી હતી  

ા ગોધરા ા

ગોધરા સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં બનેલી કથિત ઘટનાને ટાંકી ડીઆઈજી અને ડીએસપીને પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં તત્વો સામે તપાસ કરી કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજુઆત કરી છે. આવેદનપત્રમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવી ખોટા પ્રલોભનો આપીને ક્ષ્દેવી શકિતની કૃપા થશેખ્ અને ક્ષ્સારી જીંદગી જીવવા મળશેખ્ તેવી લાલચ આપીને હિન્દુ ધર્મમાંથી ખિસ્તી ધર્મમાં ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખનીય છેકે બે દિવસ અગાઉ બનેલી ઘટના ટાણે સિંધી સમાજમાં ધર્મ પરિવર્તનની બાબત જાણી રોષની લાગણી ભભૂકી ઉઠી હતી અને સૌ એકત્રિત થઈ ગયા હતા.

ગોધરા શહેરમાં વસવાટ કરતાં સીંધી સમાજના અગ્રણીઓ ચુનીલાલ ધારશિયાણી, અશોકભાઈ ભગત, મુરલીભાઈ મુલચંદાની, દયાલભાઈ ભગત, અશોકભાઈ લાલવાણી ,જીતુભાઈ સાવલાની, રાજુભાઈ લુહાણા અને હરિભાઈ રામચંદાની સહિતદ્વારા ડીઆઈજી અને ડીએસપીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર સીંધી સમાજ હિન્દુ ધર્મ પાળનાર સમાજ છે. ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલી શિવ શકિત સોસાયટીમાં પ્રતિક ખીમાણી નામના વ્યકિત તેના પરિવાર સાથે રહે છે. છેલ્લા ૨ વર્ષથી આ પરિવારના સંપર્કમાં ક્કસેવ ધ સોલ રીસ્ટોરેશન રીવાઈવલ, નડિયાદખ્ નામની સંસ્થા આવેલી છે. જે સંસ્થાના પ્રમુખ કાર્યકર્તા સ્ટીવન ભાનુભાઈ મેકવાન કે જે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરે છે.

તેઓ તેમની સાથે સંસ્થાના અન્ય સભ્યો સાથે ગત સપ્ટેમ્બર માસ, વર્ષ – ૨૦૨૧ માં પ્રતિકભાઈ ખિમાણીના ઘરે આવેલા અને ખ્રિતી ધર્મ અંગેની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરેલ અને ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગે વિવિધ પ્રકારની વિધીઓ કરી હતી. જે અંગેની માહીતી સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ હતી. આ પરિવારના વિધી અંગેના ફેટા તથા વિડિયો ગોધરા શહેરમાં વાયરલ થયેલા હતા. જેથી અમો સમાજના આગેવાનોને આ ખીમાણી પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે તેની જાણ થતાં તેઓને ખોટા લાલચ પ્રલોભનોમાં આવી આ ધર્મ અપનાવ્યો છે તેને છોડી દેવા સમજાવ્યા હતા પરંતુ તેઓએ માન્યું નોહતું.  

સમાજના આગેવાનોએ આ ઘર્માંતરણની પ્રવૃત્તિઓ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે પ્રતિકખીમાણીના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે. અને તેઓના સાળા નિલેશભાઈ હેમનાની કે જેઓ અવાર નવાર બીમાર રહેતા હતા તેઓને પણ આ સ્ટીવન મેકવાન તથા તેઓના અન્ય માણસોએ પ્રલોભનો અને આશ્વાસન આપ્યા હતા. આ રીતે ખોટી લાલચ તથા પ્રલોભનો આપીને ધર્માતરણ કરવા પ્રેરે છે અને આ રીતે આ તમામ વ્યકિતઓ ખિસ્તી ધર્મ અંગે ખોટી રીતે પ્રચાર પ્રસાર કરી ધર્માંતરણ પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે કરે છે. આ રીતે આ સ્ટીવન મેકવાન તથા તેની સાથેના સંસ્થાના અન્ય ઈસમો ગોધરા તથા ગુજરાત રાજયના અન્ય શહેરોમાં આ પ્રકારની ગેરકાયદેસરની ધર્માંતરણની પ્રવૃત્તિ કરે છે. અને જેના કારણે સમગ્ર હિન્દુ સમાજની અને સિંધી સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે અને ધાર્મિક લાગણી દુભાવી છે. જેથી ઉપરોક્ત સંસ્થા, સ્ટીવન મેકવાન સહિત સામે યોગ્ય તપાસ કરી તેઓની વિરૂધ્ધ ગેરકાયદેસર ધર્માંતરણ કરવા અંગેનો ગુન્હો નોંધવામાં આવે ઉપરોક્ત હકીકત વર્ણવતું લેખિત આવેદનપત્ર ડીઆઈજી અને ડીએસપીને આપવામાં આવ્યું છે.

 

ખ્રિસ્તી સમુદાયના ૧૨ વ્યક્તિના નિવેદનો નોંધાયા

પોલીસે આણંદ-નડિયાદથી આવેલા ખ્રિસ્તી સમુદાયના ૧૨ વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા હતા. આ ઉપરાંત પ્રતીક અને નિલેશ હેમનાણીના મકાનની વિડિઓ ગ્રાફ્ી સાથે તપાસ કાર્યવાહી કરી હતી. નિવેદન લીધા બાદ તેઓને જવા દેવાયા હતા.

પ્રતીક ખીમાણી અને પરિવારે ધર્મ પરિવર્તનના આક્ષેપ ફ્ગાવ્યા !!

આક્ષેપ બાદ પ્રતીક ખીમાણીએ પોલીસમાં પણ પોતે હિન્દૂ જ હોવાનું તેમજ ધર્મ પરિવર્તન નહિં કર્યુ હોવાનું નિવેદન કર્યુ છે. જોકે.તેઓએ શારીરિક તકલીફેની દવાઓ સહિતના પ્રયાસ બાદ સાજા નહિં થતા એક વ્યક્તિના માધ્યમથી નડિયાદ ખાતે ખ્રિસ્તી સમુદાયના સંપર્કમાં આવ્યા હતા અને જેના સંપર્ક બાદ પોતાને રાહત થઈ હોવાનું જણાવી તેઓએ ખ્રિસ્તી ધર્મ અંગેની પ્રાર્થના કરી હોવાનો સ્વીકાર કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;