પ્રવેશથી વંચિત બાળકો આજથી પુનઃ શાળા પસંદ કરી શકશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પ્રવેશથી વંચિત બાળકો આજથી પુનઃ શાળા પસંદ કરી શકશે

પ્રવેશથી વંચિત બાળકો આજથી પુનઃ શાળા પસંદ કરી શકશે

 | 2:00 am IST
  • Share

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ  અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થી ત્રીજા રાઉન્ડ માટે તા.૧૫, ૧૬ અને સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન આરટીઈ પ્રવેશના વેબપોર્ટલ પર જઈ શાળા પસંદગી કરી શકશે. ત્રીજા રાઉન્ડમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો ન હોય તે વિદ્યાર્થી જ ભાગ લઈ શકશે. પ્રવેશ સમિતીની જાહેરાત મુજબ ૧૧,૯૪૪ બેઠકો ખાલી પડી છે. મહત્વની વાત એ છે કે, પ્રવેશ સમિતી દ્વારા ત્રણેય રાઉન્ડમાં જે આંકડાકીય માહિતી અપાઈ છે તેમા જ છબરડો જોવા મળ્યો છે.

આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના દરેક રાઉન્ડમાં બેઠકો અને પ્રવેશના આંકડા બદલાયા છે. પ્રથમ રાઉન્ડમાં  ૨૫ ટકા પ્રમાણે રિઝર્વ ૭૫,૪૨૮ બેઠકો સામે ૬૨,૯૮૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવાયો હતો. જેમાંથી ૫૭,૧૩૪ વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં પ્રવેશ લીધો હતો. જેથી ૧૮,૨૯૪ બેઠકો ખાલી પડી હતી. બીજા રાઉન્ડમાં કુલ ૬,૦૫૧ વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવાયો હતો. જેમાંથી ૪,૧૬૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે જ્યારે ૧,૮૮૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનું ટાળ્યું હતુ. આમ બે રાઉન્ડના અંતે ૧૪ હજાર કરતાં વધુ બેઠકો ખાલી પડી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો