પ્રવેશ નહીં અપાય તો યુનિ. P.C.માં ૧૦૦ છાત્રો રઝળી પડવાની દહેશત - Sandesh
  • Home
  • Bhavnagar
  • પ્રવેશ નહીં અપાય તો યુનિ. P.C.માં ૧૦૦ છાત્રો રઝળી પડવાની દહેશત
 | 3:27 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

૪૦ ટકા માર્કસ મેળવનાર છાત્રને એડમિશન નહીં આપવામાં આવે તો ભાવનગર યુનિર્વિસટીમાં પી.જી.માં ૧૦૦ જેટલા છાત્રો રઝળી પડવાની ભીતિ સેવાઈ રહી છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૮-૨૦૧૯ દરમિયાન પી.જી.માં છાત્રોને ૪૦ ટકા સુધીના ટકાવારીના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. જ્યારે આ વર્ષે ૪૮ ટકા સુધીના ટકાવારીના છાત્રોને એડમિશન આપવામાં આવી રહ્યા છે. આ વર્ષનુ ટી.વાય.નુ પરિણામ નબળુ આવ્યુ છે. જેના કારણે ૧૦૦ જેટલા છાત્રો પી.જી.માં એડમિશનથી વંચિત રહેવાની ભીતિ સેવાઈ રહી છે. અને ડિપાર્ટમેન્ટમાં સિટો ખાલી છે. અને વિદ્યાર્થીઆ એડમિશનથી વંચિત છે તેવા ડિપાર્ટમેન્ટમાં ૪૦ ટકા ધરાવતા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે તો આવા વિદ્યાર્થીઓને પી.જી. અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે વિશાળ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખવુ જરૃરી છે.

ગુજરાત સરકાર દ્વારા પણ છાત્રો અભ્યાસમાં આગળ વધે તેવા પ્રયન્નો થઈ રહ્યા છે.ત્યારે પી.જી.માં એડમિશન પ્રક્રિયામાં જે વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત છે અને ડિપાર્ટમેન્ટમાં સિટો પણ ખાલી છે. તેવા આર્ટસ, કોમર્સ એન સાયન્સના ડિપાર્ટમેન્ટમા ૪૦ ટકા ધરાવતા છાત્રોને એડમિશન આપવાનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવા એ.બી.વી.પી.ના નગરમંત્રી યશરાજસિહ સરવૈયાએ માંગણી કરાઈ છે.

સાયન્સમાં પી.જી.માં ૪૨ ટકાએ એડમિશન આપવાની વિચારણા

સાયન્સ ફેકલ્ટીમાં પી.જી.માં ૪૨ ટકાએ છાત્રને એડમિશન આપવા માટેની યુનિ. તંત્રએ વિચારણા હાથ ધરી હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન