પ્રાથમિક શાળાના અમુક છાત્રોમાં આયર્નની ઉણપ, પાડુંરોગનો ભય - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • પ્રાથમિક શાળાના અમુક છાત્રોમાં આયર્નની ઉણપ, પાડુંરોગનો ભય

પ્રાથમિક શાળાના અમુક છાત્રોમાં આયર્નની ઉણપ, પાડુંરોગનો ભય

 | 1:36 am IST

ભાવનગર, તા.૯

પ્રાથમિક શાળાના અમુક છાત્રોમાં રહેલી આયર્નની ઉણપ ઘટાડાવાના આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૧૦ના નેશનલ ડી-ર્વોિંમગ ડે ઉજવવામાં આવશે. જેના ભાગરૃપે છાત્રોને આર્યનની ઉણપ ઘટાડતી આલબેન્ડાઝોલ ગોળીઓ આપવામાં આવશે.

આ અંગે સાંપડતી મહિતી અનુસાર, પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહેલા છાત્રોમાં આર્યની ઉણપ ઘટાડવાની દિશામાં શિક્ષણ વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ છે. આ કવાયતના ભાગરૃપે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ડીપીઈઓને એક પરિપત્ર કરાયો છે. આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર, છાત્રોને કૃમિનાશક દવા આપવામાં આવે તો પાંડુરોગનુ પ્રમાણ ઘટાડી શકાય છે.અને છાત્રની જીવનધોરણની ગુણવત્તામા વધારો થઈ શકે. જેને ધ્યાનમા લઈને ચાલુ વર્ષે પ્રાથમિક શાળાઓમાં તા.૧૦મી ફ્રેબ્રુઆરીના નેશનલ ડી-ર્વોિંમગ ડે અને તા.૧૫ના મોપ-અપ રાઉન્ડનુ આયોજન કરવા અનુરોધ કરાયો છે. પ્રાથમિક શાળાના છાત્રોને તા.૧૦ના આલબેન્ડાઝોલ ગોળી માત્ર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના આપવાની રહેશે. નેશનલ ડી-ર્વોિંમગ ડેની ઉજવણીને ધ્યાનમાં લઈને શાળા કક્ષાએ એક નોડલ શિક્ષકની નિમણૂંક કરવાની રહેશે. શાળાની પ્રાર્થના સમારોહમાં છાત્રોને નેશનલ ડી-ર્વોિંમગ ડેની ઉજવણીનો પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે.તેમ પ્રાથમિક શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવાયુ છે.

;