પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરીપક્ષે અપમાનિત કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરીપક્ષે અપમાનિત કરી

પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરીપક્ષે અપમાનિત કરી

 | 4:06 am IST

ા ભાવનગર ા

ભાવનગરમાં અલગ-અલગ ત્રણ બનાવમાં ત્રણ પરિણીતાએ પતિ સહિતના વિરૃદ્વ ત્રાસ આપી ઘરેલું હિંસા આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ બનાવની વિગત એવી છે કે, સુરતના કતારગામે રહેતા અને મુળ ભાવનગર નજીકના નાગધણીબા ગામના વતની દક્ષાબેન જીતુભાઈ ચૌહાણે વરતેજ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીએ ચારેક વર્ષ પૂર્વે તેમના જ ગામના ગોપાલ રામજી મકવાણા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, પરિણીતાના સાસુ જયાબેન, સસરા રામજી વીરા મકવાણા તથા જેઠ રાજુ રામજી મકવાણા તેણીને જ્ઞાાતિ વિશે અપમાનિત કરતા હતા અને સ્વિકારવા તૈયાર ન હતા. જયારે,સાસરિયાઓની ચડામણીના કારણે ફરિયાદીના પતિ પણ તેણી સાથે મારકૂટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. અને તેના બન્ને ભાઈઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે પતિ સહિતના વિરૃદ્વ ઘરેલું હિંસા સહિત એટ્રોસિટી એક્ટ તળે ગુન્હો નોંધ્યો છે. તો, ભાવનગર નજીકના સિદસર ગામે રહેતા ભાવનાબેન ઘનાભાઈ રાઠોડે તેમના પતિ ઘના કાળુ રાઠોડે ઘરેથી કાઢી મુક્યા બાદ પરિણીતા પિયરમાં જતાં ફરી સાસરિયામાં લાવી પાઈપ અને ઢીંકાપાટું વડે માર મારી ત્રાસ આપ્યાની વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

જયારે, રાજકોટના ગોંડલમાં સાસરૃં ધરાવતાં અને શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા કવિતાબેન હિતેષભાઈ ડાભીએ તેમના પતિ હિતેષ ભુપત ડાભી અને તેના સસરા ભુપત મોહન ડાભી વિરૃદ્વ મહિલા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના પતિને નશો કરવાની તથા પરસ્ત્રી સાથે સંબંધ હોવાની શંકાના લઈ થતાં ઝઘડામાં પતિ દ્વારા પત્નીને ત્રાસ અપાતો હતો. તો,આ અંગે પરિણીતાએ સસરાને જાણ કરતાં તેમણે તેમના પુત્રને પ્રોત્સાહન આપ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;