પ્રેમિકાની હત્યા કરી પુત્રને છોડી દેનાર સચીનને વડોદરા લવાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પ્રેમિકાની હત્યા કરી પુત્રને છોડી દેનાર સચીનને વડોદરા લવાયો

પ્રેમિકાની હત્યા કરી પુત્રને છોડી દેનાર સચીનને વડોદરા લવાયો

 | 3:23 am IST

બાપોદ પોલીસે સચીનનો કબજો મેળવ્યો

વડોદરા

શહેરના ખોડીયારનગર પાસેના દર્શનમ  ઓએસીસના જી ટાવરના ફ્લેટ નં.૧૦૨માં પ્રેમીકાની ઠંડે કલેજે હત્યા કરનાર  આરોપી સચીન દિક્ષિતનો આજે બાપોદ પોલીસે ગાંધીનગરથી ટ્રાન્સફર વોરંટના  આધારે કબજો મેળવ્યો હતો. પોલીસ સચીનના રિમાન્ડ મેળવ્યા બાદ તેની પાસે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવશે.

દર્શનમ ઓએસીસના ફલેટ નં. ૧૦૨માંં ભાડે રહેતો સચીન નંદકિશોર  દિક્ષીત છાણી ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે અહીં પ્રેમીકા મહેંદી ઉર્ફે હીના  (..૨૮) અને મહિનાના પુત્ર શિવાંસ સાથે રહેતો હતો. તા. ૮મીએ બપોરે સચીને પરિવાર સાથે યુપી જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, સચીન તેને અને પુત્રને છોડી યુપી જાય, તેવું હીના ઈચ્છતી હતી. જેને લઈ બંને વચ્ચે તકરાર થતાં હીનાએ સચીનને લાફો માર્યા બાદ નખ માર્યા હતા. જેને લઈ આવેશમાં આવી ગયેલા સચીને ગળુ દબાવી હીનાની હત્યા કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને બેગમાં ભરી રસોડામાં કબાટની અંદર મુકી દીધો હતો. જે બાદ સચીન શિવાંસને લઈ ગાંધીનગર ગયો હતો. જ્યાં ગૌશાળા પાસે તેને તરછોડી દીધો હતો.

ગાંધીનગર પોલીસે શિવાંસને તરછોડી દેનાર સચીનને શોધી કાઢી તેની પુછપરછ કરી હતી. જેમાં શિવાંસને જન્મ આપનાર હીનાની દર્શનમ ઓએસીસના ફ્લેટ નં. ૧૦૨માં હત્યા કરી નાંખી હોવાની કબુલાત સચીને કરી હતી. જેના આધારે બાપોદ પોલીસે સચીન વિરુદ્વ હત્યાનો ગુનો  નોંધાયો હતો. બીજી તરફ માસુમ બાળકને ગાંધીનગરમાં તરછોડી  દેવાના ગુનામાં ગાંધીનગર પોલીસે સચીનની ધરપકડ કરી તેના તા. ૧૪મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ આજે પુરા થતાં બાપોદ પોલીસે હત્યાના ગુનામાં ટ્રાન્સફર વૉરંટથી આરોપી સચીનનો કબજો મેળવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;