ફતેપુરા તાલુકામાં આચાર્યો દ્વારા તંત્રને ગેરમાર્ગે દોરાતા તપાસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ફતેપુરા તાલુકામાં આચાર્યો દ્વારા તંત્રને ગેરમાર્ગે દોરાતા તપાસ

ફતેપુરા તાલુકામાં આચાર્યો દ્વારા તંત્રને ગેરમાર્ગે દોરાતા તપાસ

 | 2:59 am IST

બે શિક્ષકોની તાલુકા બહાર બદલી, આચાર્ય સામે વહીવટી તપાસ

વધ-ઘટના કેમ્પમાં વધ અને જિલ્લાફ્ેરમાં ઘટ બતાવી હતી

ા સુખસર ા

ફ્તેપુરા તાલુકામાં આવેલી બે પ્રાથમિક શાળાના આચાર્યો એ વહીવટી કામગીરીમાં ગેરરીતિ આચરી હોવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની તપાસ દરમિયાન પર્દાફશ થયો હતો. જેઓ ની સામે તપાસ શરૂ કરાઇ હતી. જેમાં બે શિક્ષકોની તાલુકા બહાર બદલી કરાઇ હતી તેમજ આચાર્ય સામે વહીવટી તપાસ શરૂ હોવાનું જાણવા મળ્યું હતું.

ફ્તેપુરા તાલુકાની આફ્વા પ્રાથમિક શાળા અને પાંચ મહુડા પ્રાથમિક શાળામાં વધઘટના કેમ્પ દરમિયાન શિક્ષકોની વધ હોવાનો રિપોર્ટ અપાયો હતો. ત્યારબાદ જિલ્લા ફ્ેર બદલી કેમ્પમાં આ બંને શાળાઓમાં જગ્યા ખાલી હોવાનો અહેવાલ મોકલાવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ દ્વારા તપાસ દરમિયાન આ બંને શાળાઓમાં ગેરરીતિ થઈ હોવાનો પર્દાફશ થયો હતો. જેથી તપાસના આદેશ કરાયા હતા. તપાસ દરમિયાન સરકારી રેકડ સાથે ચેડા કરી શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા તમામ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી અપાયો હતો જેમાં બે શિક્ષિકાઓને તાલુકા બહાર બદલી કરી ઇજાફે બંધ કરવાની કાર્યવાહી કરાઈ હતી. જ્યારે આફ્વા પ્રાથમિક શાળાનાં આચાર્ય રમેશભાઇ પટેલ અને પાંચ મહુડા પ્રાથમિક શાળાના આચાર્ય જશવંતભાઈ પટેલ સામે વહીવટી તપાસ શરૂ કરાઇ હોવાનું પણ જાણવા મળ્યું હતું. હવે આ બંને આચાર્ય સામે પોલીસ ફ્રિયાદ થશે કે કેમ તેની ચર્ચા જાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;