ફરાળી હાંડવો - Sandesh
1.6M
1M
1.7M
APPS

ફરાળી હાંડવો

 | 3:00 am IST
  • Share

સામગ્રી : 1 1/2 કપ મોરૈયો, 1/2 કપ સાબુદાણા, 1 કપ દહીં, 2 ચમચી આદું-મરચાંની પેસ્ટ, 1/2 કપ છીણેલી દૂધી, 1/2 કપ છીણેલો બટાકો, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ, 3 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1 ચમચો તલ, 2 નંગ વઘારનાં લાલ મરચાં, પાણી જરૂર મુજબ      

રીત : મોરૈયો અને સાબુદાણાનો મિક્સરમાં લોટ કરી લેવો 

એક બાઉલમાં લોટ કાઢી તેમાં દહીં, આદું-મરચાંની પેસ્ટ, દૂધી, બટાકાનું છીણ, મરચું પાઉડર અને ઈનો ઉમેરો જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરવું

વઘારની વાડકીમાં તેલ ગરમી કરી તેમાં જીરું, તલ, વઘારનાં મરચાં નાખી વઘારને તૈયાર મિશ્રણ ઉપર રેડી બરાબર હલાવી લેવું 

એક પેનમાં તેલ લગાડી તેમાં હાંડવાનું મિશ્રણ પાથરી આશરે દસ મિનિટ ગેસ ઉપર ચડવા દેવું પછી તેને ઉથલાવીને બીજી તરફ પણ શેકવું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો