ફરી એકવખત જોરદાર ઝાપટાંએ શહેરને ઘમરોળ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ફરી એકવખત જોરદાર ઝાપટાંએ શહેરને ઘમરોળ્યું

ફરી એકવખત જોરદાર ઝાપટાંએ શહેરને ઘમરોળ્યું

 | 2:00 am IST
  • Share

અમદાવાદમાં પુનઃ મેઘસવારીને પગલે મંગળવારે સાંજે ગાજવીજ સાથે જોરદાર વરસાદી ઝાપટાંને પગલે ઠેર ઠેર પાણી ભરાવાને કારણે અને પુઅર વિઝિબિલિટીને કારણે વાહનચાલકો અને રહીશો ભારે હાલાકીમાં મૂકાયા હતા. મંગળવારે સાંજે વરસાદ ખાબક્યા પછી રાત્રે ૧૦-૩૦ વાગ્યાના સુમારે વરસાદ તૂટી પડયો હતો.  દિવસ દરમિયાન હળવા ઝાપટાં વરસ્યા બાદ સાંજે પાંચ વાગ્યાના સુમારે કોતરપુર, નરોડા, ગોતા, જગતપુર, સાયન્સ સિટી, બોડકદેવ, ઘાટલોડિયા, સરખેજ વગેરે વિસ્તારોમાં જોરદાર ઝાપટાંએ શહેરને ઘમરોળ્યું હતું. નરોડા રોડ પર અશોક મિલ પાસે મોટો ભુવો પડયો હતો અને પાણી ભરાવાને કારણે એક કિ.મી. સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંગળવારે સાંજે વરસાદના જોરદાર ઝાપટાંને કારણે નોકરી- ધંધાથી ઘેર જનારાઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. કોતરપુરમાં સૌથી વધુ લગભગ દોઢ ઈંચ વરસાદ ખાબકતાં સૈજપુર, નરોડા રોડ, ઠક્કરનગર વગેેરે વિસ્તારોમાં ચાલીઓમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના કોતરપુરમાં સૌથી વધુ ૩૨.૫૦ મિ.મિ. અને ગોતામાં ૩૧.૫૦ મિમિ., બોડકદેવમાં ૧૯. મિ.મિ., બોપલમાં ૧૬. મિ.મિ. સાયન્સ સિટીમાં ૧૬.૫૦ મિ.મિ. વરસાદ ખાબક્યો હતો. શહેરમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ વરસવા સાથે અત્યાર સુધીમાં મોસમનો ૨૨.૪૬ ઈંચ (૫૭૦.૪૭ મિ.મિ.) વરસાદ નોંધાયો છે. જોકે, હજુ શહેરમાં લગભગ ૭ ઈંચ વરસાદની ઘટ છે.

નરોડા પાટિયા ઠક્કરનગર મ્ઇ્જી કોરિડોરની બંન્ને સાઈડ એકથી દોઢ ફુટ પાણી ભરવાને કારણે ચાલીના મકાનો, દુકાનો અને નીચાણવાળા વિસ્તારોમાં અને નરોડા, સૈજપુર, કૃષ્ણનગર, એરપોર્ટ રોડ, બાપુનગર, ઈન્ડિયા કોલોનીમાં પાણી ભરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન