ફલ્લામાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ વરસાદ: કંકાવટી ડેમ ઓવરફલો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Jamnagar
  • ફલ્લામાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ વરસાદ: કંકાવટી ડેમ ઓવરફલો

ફલ્લામાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ વરસાદ: કંકાવટી ડેમ ઓવરફલો

 | 7:55 am IST
  • Share

  • ફલ્લા ઃ જામનગર તાલુકાના ફલ્લા ગામે બે દિવસમાં ૧૭ ઈંચ વરસાદ નોંધાયો છે. ફલ્લા પાસેનો કંકાવટી ડેમ ઓવર ફલો થયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આવે વહેલી સવારે ફલ્લામા કંકાવટી ડેમના દસેક દરવાજા ૬ ફૂટ ખોલવામા આવ્યા હતા. ફલ્લમા ૨૪ કલાકમાં ૧૪ ઈંચ તથા રવિ-સોમ બે દિવસમાં ૧૭ ઈંચ વરસાદ નોંધાયો છે.
  • ધોરાજી વિસ્તારમાં મેઘરાજાની મહેરથી ભાદર ૨ ડેમ ઓવરફ્લો
    ધોરાજી ઃ ધોરાજી પંથકમાં મેઘ મહેર થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને ધોરાજી નજીક આવેલા ભાદર ૨ ડેમ ઓવરફલો થઈ ગયો છે અને ફેફ્ળ ડેમ છલકાવાની તૈયારીમાં છે. પીવાના પાણીનું સંકટ પણ ટળ્યું હતું.
    ધોરાજી મામલતદાર કે. ટી. જોલાપરા અને ડેમના એન્જીનીયરે માહિતી આપતાં જણાવેલ કે ૬૭ જેટલા ગામોને પીવાનું પાણી પુરું પાડતા ભાદર ૨ ડેમ ઓવરફ્લો થયો છે ભાદર ડેમના પાંચ પાટીયા ત્રણ ફ્ૂટ ખોલવામાં આવેલા છે. નીચાણવાળા વિસ્તારના સુપેડી, ડુમીયાણી, ભોળા, છાડવાવદર, ભોલગામડા, ચીખલીયા સહિત ડેમ નીચાણ વિસ્તારના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ફોફળ ડેમ પણ ઓવર ફ્લો થવાની ૩ ફૂટ દુર છે. ફોટો ઃ નયન કુહાડીયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન