ફાયર NOC વિનાની રેસ્ટોરેન્ટ, હોટેલ પર તવાઈઃ ૧૩ હોટેલો સીલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ફાયર NOC વિનાની રેસ્ટોરેન્ટ, હોટેલ પર તવાઈઃ ૧૩ હોટેલો સીલ

ફાયર NOC વિનાની રેસ્ટોરેન્ટ, હોટેલ પર તવાઈઃ ૧૩ હોટેલો સીલ

 | 8:30 am IST
  • Share

 AMC ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી ર્સિટફિકેટ (ર્ગ્દંઝ્ર) વિનાની ૧૩ હોટલ અને રેસ્ટોરેન્ટને સીલ કરી છે. ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ – ૨૦૧૩ અંતર્ગત મ્યુનિ. હદમાં આવેલી વિવિધ બિલ્ડિંગ, એકમોએ ફાયર ર્ગ્દંઝ્ર મેળવવું આવશ્યક છે. હાઈકોર્ટ દ્વારા ફાયર ર્ગ્દંઝ્ર વિનાની મિલકતો મામલે મ્યુનિ. કોર્પોરેશનની આકરી ટીકા કર્યા પછી મ્યુનિ. તંત્ર જાગ્યું હતું અને શહેરમાં આવેલ ફાયર ર્ગ્દંઝ્ર વિનાની હોસ્પિટલો, હોટલો, વગેરે સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ હોટલો અને રેસ્ટોરેન્ટને તા. ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ફાયર ર્ગ્દંઝ્ર રીન્યુ નહીં કરાવવા બદલ ૧૩ હોટલ સીલ કરાઈ છે. શહેરમાં વિવિધ સ્કૂલોને પણ ફાયર સેફ્ટીનો અમલ નહીં  કરવા બદલ આખરી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર ર્ગ્દંઝ્ર વિનાની મિલકતો સામે ઝુંબેશ હાથ ધરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન