ફી ભરી નહીં હોવાથી ધો-૧૨ના છાત્રની રિસિપ્ટ અટકાવાઈ - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ફી ભરી નહીં હોવાથી ધો-૧૨ના છાત્રની રિસિપ્ટ અટકાવાઈ

ફી ભરી નહીં હોવાથી ધો-૧૨ના છાત્રની રિસિપ્ટ અટકાવાઈ

 | 1:48 am IST

ભાવનગર,તા.૮

શિક્ષણ વિભાગની ગાઈડલાઈનની ઐસીતૈસી કરીને ધો-૧૨ સાયન્સના છાત્રની ખાનગી શાળાના સંચાલકએ રિસિપ્ટ અટકાવી દેવાની ઘટનાના ઘેરા પ્રત્યઘાત પડયા છે. ખાનગી શાળાની જોહૂકમી સામે લાચાર છાત્રએ બોર્ડસભ્ય ભાવિન ભટ્ટને આપવીતી વર્ણવી હતી.જેને પગલે બોર્ડ સભ્ય ભટ્ટએ તુરંત ડીઈઓ અને બોર્ડમાં છાત્રની રિસિપ્ટ અટકાવી દેવામાં આવી હોવાની ફરિયાદ કરતા આખરે શિક્ષણ તંત્ર હકરતમા આવતા છાત્રને તેમની ખાનગી શાળાએથી આવતીકાલ તા.૯ના સવારના રિસિપ્ટ લઈ જવાની સંચાલકોએ હૈયાધારણા આપી છે.

શિક્ષણ વિભાગની ગાઈડલાઈનની ઐસીતૈસી કરીને ધો-૧૨ સાયન્સમાં અભ્યાસ કરી રહેલા છાત્રને ફી ભરી નહી હોવાથી વિ.પ્ર.ની પરીક્ષાની રિસિપ્ટ આજની તારીખે ખાનગી શાળાના સંચાલકએ નહી આપતા છાત્ર માનસિક રીતે પરેશાન થઈ ગયો હતો.આ ઘટના અંગે બોર્ડસભ્ય ભટ્ટને માહિતી મળતા તેઓએ ડીઈઓ અને શિક્ષણ બોર્ડના ચેરમેનને વાકેફ કર્યા હતા. ડીઈઓએ ઘટનાને ધ્યાન લઈને છાત્રને ધો-૧૨ સાયન્સની પરીક્ષાની રિસિપ્ટ તાત્કાલિક લભ્ય બને તે માટે શાળા સંચાલકોને ફોન કર્યા હતા. બાદમા શાળા સંચાલકએ છાત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલ તા.૯ના સવારના શાળાએથી રિસિપ્ટ લઈ જવા માટે જણાવ્યુ હતું.બીજી તરફ ડીઈઓ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે,ફીના વાંકે પરીક્ષાર્થીની રિસિપ્ટ અટકાવવાનુ ચલાવી લેવાશે નહી.

કોઈની રિસિપ્ટ ન અટકે તે માટે શિક્ષણ તંત્ર જાગૃત રહે

ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા તા.૧૨મીથી આરંભ થઈ રહી છે, ત્યારે એક પણ છાત્રની રિસિપ્ટ કોઈપણ ગ્રાન્ટેડ કે સ્વનિર્ભર શાળા ન અટકાવે તે માટે શિક્ષણ તંત્ર વધુ જાગૃત બની કાર્ય કરે તેવુ વાલીઓએ જણાવ્યુ હતું.

;