ફૂડ એન્ડ ન્યૂટ્રીશન ડીપા. ખાતે રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી   - Sandesh
  • Home
  • Baroda
  • ફૂડ એન્ડ ન્યૂટ્રીશન ડીપા. ખાતે રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી  

ફૂડ એન્ડ ન્યૂટ્રીશન ડીપા. ખાતે રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી  

 | 2:30 am IST

પોષક મુલ્યો જળવાઇ રહે તે જ આહાર માનવી માટે સર્વોત્તમ

ફર્સ્ટ યરથી માંડીને માસ્ટર્સ સુધીના વિદ્યાર્થીઓએ કોમ્પિટીશનમાં ભાગ લીધો

ા વડોદરા ા

એમએસ યુનિર્વિસટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સીસના ડીપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ ન્યૂટ્રીશન્સ ખાતે આયોજીત રેસિપી કોમ્પિટીશન અંતર્ગત વિદ્યાર્થીઓએ એક એકથી ચઢીયાતી સ્વાદ અને પૌષ્ટીક તત્વોથી ભરપૂર રેસિપી તૈયાર કરી હતી.

ઉલ્લેખનિય છે કે સરકાર દ્વારા વર્ષોથી ૧થી ૭ સપ્ટેમ્બર સુધીના પહેલી વીકની ઉજવણી રાષ્ટ્રીય પોષણ વીક તરીકે કરાતી હતી. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી દેશવાસીઓના આરોગ્ય અને સ્વાસ્થ્યને મુદ્દે ચિંતીત કેન્દ્ર સરકારે પોષણ સપ્તહની મુદત વધારવાનુ નક્કી કર્યું હતુ. જેના ભાગરૃપે સમગ્ર સપ્ટેબર મહિનાની ઉજવણી રાષ્ટ્રીય પોષણ મહિના તરીકે કરવામા આવે છે. રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણીના ભાગરૃપે ફૂડ એન્ડ ન્યૂટ્રીશન ડીપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં પોષણક્ષમ ખોરાક અને તેમાં રહેલાં પોષકતત્વો સંદર્ભે જાગૃતિ કેળવાય તે હેતુસર આજે રેસિપી કોમ્પિટીશનનું આયોજન કરવામા આવ્યું હતુ.   કોમ્પિટીશનમાં ફેકલ્ટીના ફર્સ્ટથી માંડીને ફાઈનલ યર ઉપરાંત માસ્ટર્સના વિદ્યાાર્થીઓએ ભાગ લઈ એક એકથી ચઢીયાતી સ્વાદીષ્ટ ઉપરાંત પોષણક્ષમ વાાનગીઓ રેસિપીના રૃપમાં તૈયાર કરી હતી. ૧૫૦ વિદ્યાર્થીઓએ પાંચના ગ્રુપમાં રેસિપી તૈયાર કરી હતી. કોમ્પિયીશનને અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વીતીય અને તૃતીય નંબર આપી પુરસ્કૃત કરાયા હતા.

શું છેે આ રેસિપીની વિશિષ્ટતાઓ ?

રેસિપી તૈયાર કરતી વેળાં સ્પર્ધક વિદ્યાર્થીઓએ વધુ પ્રમાણમાં લીલા શાકભાજી, શરીરના વિકાસ માટે જરૃરી કઠોળ, વિવિધ ફળો, દાળ, સુગર અને સોલ્ટનું પ્રમાણ સહીતના તમામ ખાાદ્ય પદાર્થોનો સમાવેશ કરી રેસિપી તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓએ સવારે લેવા યોગ્ય અને પોષણક્ષમ હળવો નાસ્તો, તેમજ અન્ય ફરાળી વનાગીઓ તૈયાર કરી હતી.