ફેવરિટ આલુ - Sandesh

ફેવરિટ આલુ

 | 2:15 am IST

  •  સ્પાઈસી બટાકી

સામગ્રી

૧૫ થી ૨૦ નંગ નાની બટાકી

મીઠું, મરી, ૦।। ટી.સ્પૂન ઓરેગનો, ૦।। ટી.સ્પૂન ચીલી ફલેકસ

૨ ટે.સ્પૂન તેલ, ૧ ટી.સ્પૂન 

રીત

બટાકીઓને પ્રેશર કૂક કરવી.

નોન-સ્ટીકમાં તેલ મૂકી બાફેલી બટાકીઓ સાંતળવી.

મીઠું, મરી, થોડો-ઓરેગનો તથા અડધી ચીલી ફલેકસ ભભરાવી બટાકીઓને બરાબર હલાવવી. નીચે ઉતારી લેવી.

એલ્યુમિનિયમની ટ્રેમાં બટર લગાવી બટાકીઓ મૂકવી.

થોડુ બટર સામાન્ય ગરમ કરી બટાકી ઉપર ચારેતરફ નાંખવુ.

ગરમ ઓવનમાં થોડીવાર ઉપરથી તાપ આપી બેઈક કરવી. બાકીના ઓરેગનો તથા ચીલી ફલેકસ ભભરાવવા.

બટકીઓને બાઉલમાં કાઢી ગરમ સૂપ સાથે સર્વ કરવી. જમણની શરૂઆતમાં સ્ટાર્ટર તરીકે આદર્શ વાનગી.

 

  • આલુ રોસ્ટી

સામગ્રી

૩ નંગ મોટા બટાકા, ૧ કાંદો

૨ ટે.સ્પૂન છીણેલું ચીઝ

મીઠું, મરી, ૦।। ટી.સ્પૂન બારીક કાપેલું લીલુ મરચું

૧ ટી.સ્પૂન બટર, થોડું તેલ.

રીત

બટાકાને મીઠાના પાણીમાં અધકચરા બાફવા. ત્યારબાદ છોલવા.

કાંદાને છોલીને ઝીણો સમારવો.

નોન-સ્ટીકમાં સહેજ તેલ મૂકી કાંદો સાંતળવો. ચપટી મીઠું નાંખવું.

થોડીવાર બાદ તેના ઉપર છીણીને ધરી રાખી અડધા ભાગના બટાકા છીણવા. છીણને કાંદા ઉપર ગોળાકારે પાથરવું.

જરૂરી મીઠું, મરી, અડધા ભાગના લીલા મરચાં તથા છીણેલું ચીઝ ભભરાવવું.

ઉપર બાકીના બટાકાનું છીન તથા તે જ રીતે મીઠું, મરી, લીલા મરચાં ભભરાવવા.

ઉપર ચારે તરફ બટર મૂકી ધીરે તાપે રોસ્ટીને નીચેથી ગુલાબી શેકાવા દેવી.

થોડીવાર બાદ રોસ્ટી ઉથલાવી બીજી બાજુ પણ ગુલાબી શેકવી. 

તેને ડીશમાં સરકાવી ટમાટો કેચપ જોડે સર્વ કરવી. 

 

  • આલુચાટ

સામગ્રી

૪ નંગ બાફેલા બટાકા

૦।। વાડકી મોળું દહીં

૫ ટે.સ્પૂન આમલી/આંબલીયાની ગળી ચટણી

૩ ટે.સ્પૂન-કોથમીરની લીલી ચટણી, ૨ ટે.સ્પૂન ઝીણી સેવ

મીઠું, ૦।। ટી.સ્પૂન ચાટમસાલો, ૦। ટી.સ્પૂન લાલ મરચું, ચપટી મરીનો ભૂકો

તળવા માટે તેલ, ભભરાવવા માટે થોડી કોથમીર. 

રીત

(૧) બાફેલા બટાકાને છોલીને મોટા કટકા કરવા. તેલ ગરમ મૂકી આછા ગુલાબી તળવા, નિતારીને કાઢવા. (નોન-સ્ટીકમાં થોડા તેલમાં પણ ગુલાબી શેકી શકાય)

બટાકા ઉપર મીઠું, મરી તથા લાલ મરચું ભભરાવવા.

દહીંને વલોવીને મીઠું નાખવું. બાઉલમાં થોડું પાથરવું.

બટાકા મૂકી તેના પર બાકીનું દહીં પાથરવું. ઉપર ગળી ચટણી ચારે બાજુએ નાંખી લીલી ચટણી મૂકવી.

સેવ ભભરાવી, ચાટ મશાલો છાંટવો. કોથમીરથી ડેકોરેટ કરી આલુ ચાટ સર્વ કરવો. 

સરળ, પૌષ્ટિક સ્વાદિષ્ટ વાનગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન