ફ્તેપુરા તાલુકામાં વીજળીના ભારે કડાકાથી અનેક સ્થળે વીજ ઉપકરણોને નુકસાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ફ્તેપુરા તાલુકામાં વીજળીના ભારે કડાકાથી અનેક સ્થળે વીજ ઉપકરણોને નુકસાન

ફ્તેપુરા તાલુકામાં વીજળીના ભારે કડાકાથી અનેક સ્થળે વીજ ઉપકરણોને નુકસાન

 | 2:30 am IST

પાટવેલમાં યુવતી ઉપર વીજળી પડતા દાઝી ગઈ

ા સુખસર ા

ફ્તેપુરા તાલુકા મા મંગળવારની રાત્રિના સમયે ભારે કડાકા સાથે વીજળી થઈ હતી. જેમાં અનેક ગામોમાં વીજ ઉપકરણો ઉડી જવા પામ્યા હતા જેમાં લોકોને નુકસાન થયું હતું. તેમજ પાટવેલ ગામે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. તે દરમિયાન વીજળી પડતાં ઘરના આંગણમાં કામ કરતી ૧૩ વર્ષીય સગીરા ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ફ્તેપુરા તાલુકામાં મંગળવારના સાંજના સમયે કેટલાક વિસ્તામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. જેમાં વીજળીના ભારે કડાકાથી લોકોમાં ગભરાટ છવાઈ ગયો હતો તેમજ સુખસર ફ્તેપુરા સહિત ગ્રામીણ વિસ્તારના ગામોમાં વીજળીના કડાકા થી અનેક વીજ ઉપકરણો ઉડી જવા પામ્યા હતા પાટવેલ ગામે પણ ગાજવીજ થઈ હતી. અને વરસાદ પડયો હતો. પાટવેલ ગામે રહેતી પ્રિયંકા નરેશભાઈ પારગી (ઉ.વ.૧૩) ગાજવીજ થઈ હતી, ત્યારે તે તેમના ઘરના આંગણામાં હતી.

આવા સમયે ધડાકા સાથે વીજળી પડતાં પ્રિયંકા બહેન ગાળા ના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી અને વીજળી પડતાં ની સાથે જ બેહોશ પણ થઈ જવા પામી હતી જેથી પ્રિયંકાબહેનને તાત્કાલિક સારવાર અર્થે ફ્તેપુરા પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પાટવેલ ગામે ગામ ના ગ્રામજનો ને પણ ભારે નુકસાન પણ પહોચ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;