ફ્રેઈટ કોરીડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોમાં તીવ્ર રોષ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ફ્રેઈટ કોરીડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોમાં તીવ્ર રોષ

ફ્રેઈટ કોરીડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોમાં તીવ્ર રોષ

 | 2:54 am IST

એક્ષપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનના ખેડૂતો જેટલું વળતર મેળવવા ખેડૂતોમાં સળવળાટ

દેરોલ અને ટંકારીયા ગામે ખેડૂતોની મિટિંગમાં લડી લેવાનો હુંકાર ઃ આર્બેટ્રેટરની નિમણૂક ન થઈ હોવાથી મામલો ગુંચવાયો

ભરૂચ ।

રેલ્વેની ફ્રેઈટ કોરીડોર માટે સંપાદિત થયેલી જમીનના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વિરોધનું બ્યુગર ફુંકયું છે જે આગામી દિવસોમાં આંદોલનમાં પરિણમે એવી સ્થિતિનું સર્જન થયુ છે. દેરોલ તેમજ ટંકારીયા મુકામે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પીડિત ખેડૂતોએ હાજરી પુરાવીને સંગઠિત હોવાનો મેસેજ આપ્યો છે જેને કારણે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ખેડૂતોનું આંદોલન આકાર લે તેવી સંભાવના નકારી શકાતી નથી.

રેલ્વેની ફ્રેઈટ કોરીડોર માટે વર્ષ ૨૦૦૯ માં ભરૂચ જિલ્લાના દેરોલ, ટંકારીયા, દહેગામ, કુકરવાડા, ઈખર, દયાદરા, મનુબર, ત્રાલસા, ત્રાલસી, દોરા, પીપલીયા, પરીયેજ, વાતરસા, થામ, મહુધલા ગામની હજારો એકર જમીન સંપાદન કરવામાં આવી હતી અને તે સમયે ચો.મીટર દીઠ માત્ર ૯ થી ૬૦ રૂપિયા વળતર ચુકવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૮ માં અનુક્રમે એક્ષપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનનો પ્રોજેકટ આવતા ફરીથી આ ગામોની જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આ ત્રણેય પ્રોજેકટમાં જે જમીન સંપાદનમાં લેવાયેલી છે તેના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. આ સંદર્ભે દેરોલના અગ્રણી અને ભરૂચ જિલ્લા સહકારી ક્ષેત્રમાં મજબુત પકડ ધરાવનાર મુબારક પટેલની આગેવાની હેઠળ ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં અંદાજીત ૫૫૦ પીડિત ખેડૂતો પૈકી ૪૫૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને સંબોધતા મુબારક પટેલે લાક્ષણિક શૈલીમાં જણાવ્યુ કે, દેશના કિસાનને તેમની જમીનનો યોગ્ય વળતર મળવો જ જોઈએ અને એ હક્ક મેળવવા માટે સંગઠિત થઈને આગળ આવવુ પડશે. તો દેરોલના જ અગ્રણી એવા રણજિતસિંહ ડાભીએ ખેડૂતોને હાકલ કરતા જણાવ્યુ હતુ કે, ખેડૂત સંગઠિત નથી એટલે યોગ્ય ન્યાયથી આપણે વંચિત છે. આજનો ખેડૂત ડરી ગયેલો છે પરંતુ સંવિધાને આપણને જે અધિકાર આપ્યા છે તે કાનુની રીતે મેળવવા આપણે લડવુ પડશે. આ મિટીંગ માટે ઝાકીર બંગલાવાલાએ પણ ખુબ જહેમત ઉઠાવી હતી.

બેઠકમાં વિદ્વાન વકીલ નસીમ કાદરીની ઉપસ્થિતિ આંખે ઉડીને વળગે એવી હતી. ખેડૂતોની જમીન સંપાદન કાયદા તથા પ્રક્રિયાની માહિતી આપતા એડવોકેટ નસીમ કાદરીએ કાનુની સમજ

આપતા જણાવ્યુ કે, છેલ્લા બાર વર્ષ કરતા વધુ સમયથી સતત ગાંધીનગર ખાતે જમીન સંપાદનના કેસનો નિકાલ કરવા માટે તેઓ સતત લેખિત અને મૌખિત રજુઆત કરતા આવ્યા છે પરંતુ હજુ સુધી આર્બિટ્રેટર (લવાદ)ની નિમણુંક કરવામાં આવી નથી એ કમનસીબી છે.

જમીન સુધી પહોંચવા માટે રસ્તો પણ નથી

કેટલાક સંજોગોમાં એવી રીતે જમીનના ટુકડા થયા છે કે વચ્ચેથી પ્રોજેકટ પસાર થઈ રહ્યો છેએટલે કે જમીનના બે કે ત્રણ ટૂકડા થયા છે એક ટૂકડામાંથી બીજા ટૂકડામાં જવુ હોય તો ત્યાં સુધી જવા માટે સત્તાવાર રીતે કોઈ રસ્તો પણ છોડવામાં આવ્યો નથી એમ ખેડૂતોએ જણાવ્યુ છે.

એક જ જમીનના બે-ત્રણ ટૂકડા

 

એક પછી એક પ્રોજેકટનું અમલીકરણ થતુ હોવાથી કેટલાંય ખેડૂતો જમીન વિહોણા બન્યા છે. પ્રોજેકટનો સૌથી વધુ ભોગ કિસાનો જ બનતા હોવાથી એક જ ખેડૂતની જમીનના ત્રણ ટુકડા થયા છે અને ત્રણેય ટુકડા જુદા જુદા પ્રોજેકટ માટે સંપાદિત કરવામાં આવ્યા છે જેમાં ચો.મીટર દીઠ જે ભાવ મળ્યા છે તેમાં ભારે અસમાનતા જોવા મળી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;