ફ્લાઈટમાં બનેલી ઘટના પર સવાલ થતાં રોષે ભરાઈ જાયરા - Sandesh
NIFTY 10,741.55 +60.30  |  SENSEX 34,843.51 +251.12  |  USD 63.4850 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફ્લાઈટમાં બનેલી ઘટના પર સવાલ થતાં રોષે ભરાઈ જાયરા

ફ્લાઈટમાં બનેલી ઘટના પર સવાલ થતાં રોષે ભરાઈ જાયરા

 | 5:55 pm IST

બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાયરા વસીમે દિલ્હીથી મુંબઇની ફ્લાઈટમાં તેની સાથે થયેલી છેડતીનો વિડીયો ઈન્સ્ટા પર શેર કર્યા બાદથી ખડભડાટ મચી ગયો છે. આ મુદ્દે એક તરફ લોકો તે વ્યક્તિ પર ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે બીજી તરફ જાયરા આ મામલે મીડિયા પર રોષે ભરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ફ્લાઈટમાં આધેડ વ્યક્તિએ તેની સાથે કરેલા દુર્વ્યવહારની ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચુકી છે. આ મામલે આરોપી યાત્રી વિરુદ્ધ જાયરાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. આ ઘટના બાદ જાયરા એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી. આ સ્થળે હાજર મીડિયાકર્મીઓએ જ્યારે જાયરાને તેની સાથે થયેલી ઘટના અંગે પ્રશ્ન પુછ્યો ત્યારે તે રોષે ભરાઈ હતી. તેણે ત્યાં સુધી કહી દીધું કે, “મારો પીછો કરવાનું છોડી દો”.

17 વર્ષીય જાયરા દિલ્હીથી મુંબઈ આવી રહી હતી ત્યારે તેની સીટની પાછળ બેઠેલો એક વ્યક્તિ તેના પગથી જાયરાને અડકતો રહ્યો હતો. જાયરાએ આ આપવીતી ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને કહી હતી. આ વિડીયો શેર કર્યાની સાથે જ વાઈરલ થઈ જતાં વિવાદ વકર્યો હતો.