ફ્લોરલ ક્રોપ્ડ જેકેટ અને પેન્ટમાં હિના ખાન બની બોસ લેડી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફ્લોરલ ક્રોપ્ડ જેકેટ અને પેન્ટમાં હિના ખાન બની બોસ લેડી

ફ્લોરલ ક્રોપ્ડ જેકેટ અને પેન્ટમાં હિના ખાન બની બોસ લેડી

 | 4:37 am IST
  • Share

સ્ટાઇલિશ ફ્લોરલ પેન્ટશૂટ લૂકમાં હિના ખાન કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી લાગી રહી છે

બ્યૂટી ક્વીન હિના ખાન ફરી એકવાર પોતાના આઉટફિટને કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તાજેતરમાં ફ્લોરલ પેન્ટશૂટમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. હિના ખાને શેર કરેલી તસવીરમાં તે ક્રોપ્ડ જેકેટમાં દેખાય છે. જેને તેણીએ હાઈ રાઈઝ ક્રોપ્ડ પેન્ટ સાથે પેર કર્યુ છે. સ્ટાઈલિશ ફ્લોરલ પેન્ટશૂટ લૂકમાં હિના ખાન કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી લાગી રહી છે. હિના ખાને પોતાના લૂકને વ્હાઈટ બેલી સાથે પેર કર્યો છે. આ સાથે હિના ખાને ઓપન હેર સાથે કેમેરામાં સ્ટાઈલિશ પોઝ આપ્યા છે. તસવીરની કેપ્શનમાં હિના ખાને લખ્યું કે, ‘ડ્રેસ જોવો. પણ આ સાથે આ પહેરનાર મહિલા પર પણ ધ્યાન આપો.’ તસવીરમાં હિના ખાને પોતાનો મેકઅપ મિનિમમ રાખ્યો છે. તેમ છતાં હિના ખાને પોતાના ફેન્સને કંઈક નવું આપવામાં સફળ થઈ છે. સોશિયલ મીડિયા યૂઝર્સને હિના ખાનનો આ બોસ લેડી અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો