ફ્ેરકુવા ખાતે ચેકપોસ્ટ ઉપરથી રૂપિયા ૧૨.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો - Sandesh
  • Home
  • Newspaper
  • ફ્ેરકુવા ખાતે ચેકપોસ્ટ ઉપરથી રૂપિયા ૧૨.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ફ્ેરકુવા ખાતે ચેકપોસ્ટ ઉપરથી રૂપિયા ૧૨.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

 | 3:14 am IST

લીલામરચાંની બોરીઓ નીચે સંતાડી દારૂ લઇ જવાતો હતો

છોટાઉદેપુર

છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જિલ્લાની બોર્ડર ઉપર આવેલ ફ્ેરકુવા ચેકપોસ્ટ ઉપર આઇસર ટેમ્પમાં લઈ જવાતો રૂ ૧૨,૬૮,૭૦૦ નો ભારતીય બનાવટનો દારૂ પોલીસે ઝડપી પાડયો હતો.

રંગપુર પોલીસ ફ્ેરકૂવા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ માં હતા તે સમય દરમ્યાન મધ્યપ્રદેશ ચાંદપુર તરફ્થી એક આઇસર ટેમ્પો નં.સ્ઁ-૦૯- દ્બઝ્ર- ૨૬૯૭ નો આવતો હતો. તેમાં લીલાં મરચાંની બોરીઓ ભરેલ હોય જે મરચાની બોરીઓ હટાવી ચેક કરતા તે બોરીઓની નીચે સંતાડી લઈ જવાતો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જુદી જુદી બ્રાન્ડ નો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અંધારાનો લાભ લઈ ટેમ્પો ચાલક ફ્રાર થઇ ગયો હતો. જે અંગે પોલીસે   કી.રૂ.૧૨.૬૮.૭૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા આઇસર ટેમ્પો નં-સ્ઁ- ૦૯-દ્બઝ્ર- ૨૬૯૭ કી.રૂ.૫.૦૦.૦૦૦/- ની સાથે મળી કી.રૂ.૧૭.૬૮.૭૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;