બદનામીથી બચવા માટે આત્મહત્યા કરવા માંગતો હતો નરસિંહ ! - Sandesh
  • Home
  • Sports
  • બદનામીથી બચવા માટે આત્મહત્યા કરવા માંગતો હતો નરસિંહ !

બદનામીથી બચવા માટે આત્મહત્યા કરવા માંગતો હતો નરસિંહ !

 | 4:57 pm IST

કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે સોમવારે સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, રિયોમાં ભાગ લેનાર સભ્યોની સંખ્યા હવે 119 રહી ગઈ છે, એટલે કે, રિયોમાં ભાગ લેનાર ખેલાડીની યાદીમાંથી નરસિંહનું નામ હટાવી દેવામાં આવ્યું છે. એક બોક્સર અને દેશની આશાઓ મરી પરવારી છે.

નરસિંહને સ્ટેરોયડ લેવાનો આરોપ લાગ્યો છે. નરસિંહે પોતાના વિરૂદ્ર ષડયંત્રની હોવાની વાત કરી છે. નરસિંહના કેટલાક સાથીઓનું માનવું છે કે, નરસિંહની ષડયંત્રની વાતમાં દમ છે.

નરસિંહના એક સાથીએ નામ જાહેર ન કરવાની શર્તે જણાવ્યું છે કે, જે દિવસે ડોપ ટેસ્ટમાં ફેલ થયાના સમાચાર આવ્યા હતા ત્યારે નરસિંહ તણાવમાં આવી ગયો હતો. નરસિંહ બદનામીથી બચવા માટે આત્મહત્યા કરવા માંગતો હતો.

નરસિંહના એક સાથીએ જણાવ્યું કે, તે સ્વાભિમાની છોકરો છે. તે દેશ અને પરિવાર માટે માન અને સન્માન મેળવવા માંગતો હતો. જે દિવસે તેના ડોપ ટેસ્ટમાં ફેલ થવાના સમાચાર આવતા જ નરસિંહ માનસિક રીતે તુટી ગયો હતો, તેને બદનામી જરા પણ ગમતી નથી જેના કારણે તે આત્મહત્યા કરવા માંગતો હતો. પરંતુ કોચ જગમાલ અને સેન્ટરના વરિષ્ઠ સભ્યોએ આવું પગલું ન ભરવા માટે સમજાવ્યો હતો.

નરસિંહના સાથીએ જણાવ્યું કે, ડોપ ટેસ્ટમાં ફેલ થવાના સમાચાર બાદ તે બેચેન રહેતો હતો. સેન્ટરના અધિકારીઓને તે વાતની આશંકા હતી કે, તે કોઈ ખોટો નિર્ણય ન લઈ લે તે માટે તેની ઉપર નજર રાખવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન