બદલીના પરિપત્ર સામે મનાઈ હૂકમ, શિક્ષકોને છુટા નહીં કરવા તાકિદ - Sandesh
NIFTY 10,817.00 +28.45  |  SENSEX 35,260.29 +178.47  |  USD 63.8525 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • બદલીના પરિપત્ર સામે મનાઈ હૂકમ, શિક્ષકોને છુટા નહીં કરવા તાકિદ

બદલીના પરિપત્ર સામે મનાઈ હૂકમ, શિક્ષકોને છુટા નહીં કરવા તાકિદ

 | 12:31 am IST

ભાવનગર, તા.૧૧

જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અને વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ફેરબદલી અને આંતરીક બદલી થઈ હોઈ પરંતુ આર.ટી.ઈ. એક્ટના ધોરણો અનુસાર મહેકમ ધ્યાને લેતા આવા શિક્ષકોને છુટા કરવામા આવ્યા ન હોઈ તેવા તમામ શિક્ષકોને સરકારની મંજૂરી મેળવીને બદલીવાળી જગ્યાએ હાજર થવા છુટા કરવાની સુચના આપવામાં આવી હતી.

આ અંગેની વિગત અનુસાર, સ્પેશિયલ.સી.એ.નંબર ૧૮૧૬૧/૨૦૧૭ પરમાર જયેન્દ્રસિહ કાનજી અને ૨ તથા સ્પેશિયલ.સી.એ.નંબર ૧૮૧૬૧/૨૦૧૭ ખાચર જોરૃભાઈ હકુભાઈ અને ૩૫ પીટીશનરો દ્વારા વડી અદાલતમા પીટીશન દાખલ કરાઈ હતી. જેના અનુસંધાને વડી અદાલત દ્વારા અરજદારોની માંગણી ગ્રાહ્ય રાખીને તા.૫/૧૦/૨૦૧૭ના વચગાળાના ઓરલ ઓર્ડરથી આ કચેરીના તા.૩/૧૦/૨૦૧૭ના પરિપત્રના અમલ કરવા સામે મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આથી આ કચેરીની બીજી સુચના ન મળે ત્યાં બદલી હેઠળના કોઈ શિક્ષકોને છુટા કારવાના રહેશે નહિ.તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકએ જણાવ્યુ હતું.

;