બરવાળામાં સશસ્ત્ર અથડામણ : એક ગંભીર - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • બરવાળામાં સશસ્ત્ર અથડામણ : એક ગંભીર

બરવાળામાં સશસ્ત્ર અથડામણ : એક ગંભીર

 | 2:03 am IST

ભાવનગર, તા.૯

બરવાળા ગામે સોની શેરીમાં રહેતાં ભૂમિરાજસિંહ દાદભા ઝાલા (ઉ.વ.ર૪)એ બરવાળા પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, ગામની જબુબા હાઈસ્કૂલ પાસે રહેતાં ઉબેદ અહેમદભાઈને હાથઉછીના પેટે આપેલાં રૃા.પ,૦૦૦ની ઉઘરાણી કરતાં ઉશ્કેરાઈ જઈ આરોપી ઉબેદ અહેમદભાઈ તથા અહેમદ વલીભાઈ, સોહીલ અહેમદભાઈ, શકીલ અહેમદભાઈએ એકસંપ કરી તલવાર, લોખંડનો પાઈપ, લાકડાના ધોકા વડે હુમલો કરી ફરિયાદી ભૂમિરાજસિંહને ગંભીર ઈજા પહોંચાડી હતી. ફરિયાદીને છોડાવવા જતાં ધ્રુવરાજસિંહ અરવિંદસિંહ, ઘનશ્યામસિંહને લાકડી, ધોકા, લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી તમામ શખસો નાસી છૂટયાં હતા. આ અંગે બરવાળા પોલીસે તમામ ફરાર શખસ વિરૃધ્ધ હત્યાની કોશિશ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

;