બરોડા ડેરીના પ્રમુખ દિનુમામાનું રાજીનામું નામંજૂર કરતું બોર્ડ - Sandesh
  • Home
  • Baroda
  • બરોડા ડેરીના પ્રમુખ દિનુમામાનું રાજીનામું નામંજૂર કરતું બોર્ડ

બરોડા ડેરીના પ્રમુખ દિનુમામાનું રાજીનામું નામંજૂર કરતું બોર્ડ

 | 3:37 am IST

 

દૂધનો ઊભરો શમી ગયો ઃ મામાએ અજબ પલટી મારી !

સર્વાનુમતે બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતાં ઉપપ્રમુખ જી.બી.સોલંકી

ા વડોદરા ા

વડોદરાના સહકારી રાજકારણમાં ત્રણ દિવસથી બરોડા ડેરીના પ્રમુખ દિનુમામાના રાજીનામાની જાહેરાત બાદ ચાલતી ચર્ચાઓનો આજે અંત આવ્યો હતો. આજે બપોરે ૩ વાગે ડેરીના ગર્વિંનગ બોર્ડની મિટિંગમાં સર્વાનુમતે દિનુમામાના રાજીનામાનો અસ્વીકાર કરાયો હતો. જેના પગલે દિનુમામાએ પુનઃ પ્રમુખપદ તરીકે હોદ્દો સંભાળી લીધો હતો.

ડેરીના બોર્ડના નિર્ણયની જાહેરાત કરીને ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ જણાવ્યું હતું કે, એમડીને ઉદ્દેશીને દિનુમામાએ પ્રમુખપદેથી આપેલા રાજીનામાના પત્રમાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાની અને ડેરી ડિરેકટર તરીકે ચાલુ રહેવાની જાણ કરી હતી. જેને બોર્ડ મિંટિંગમાં નામંજૂર કરાઇ હતી. ડેરીમાં ૨ મહિના પહેલાં જ પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. દિનુમામાએ સક્રિય રાજકારણમાં રહેવું કે ન રહેવું તે એમનો નિર્ણય છે પણ ડેરીની વહીવટી સ્થિરતા હાલમાં છે ત્યારે નવી ચૂંટણીથી સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય, રાજકીય હુંસાતુંસી વધે, આવી સ્થિતિ નિવારવામાં દિનુમામાનું રાજીનામું નામંજૂર કરાય છે.

બોર્ડના નિર્ણય બાદ દિનુમામાના ટેકેદારોને જી.બી. સોલંકીએ પ્રશ્ન પૂછયો હતો કે, અહીં શા માટે આવ્યા છો? મામાને કોણે કાઢી મૂક્યા છે ? તમે તેમને ડેરીમંા મોકલ્યા છે તો તમને પૂછયા વિના તેઓ કેમ નિર્ણય લઇ શકે? આપણે ચાકર રાખીએ છીએ તેમ તમે અમને ૧૩ જણાને (ડિરેકટરોને) ચાકર રાખ્યા છે. તમે લોકોએ વિધાનસભાની ચૂંટણીમાં જોર લગાવ્યું હોત તો આવવું પડયું ન હોત.

દિનુમામાએ ટેકેદારોને સંબોધીને જણાવ્યું હતું કે, ડેરીના વહીવટમાં પશુપાલકોનું હિત જોવાય છે. ભાવ ફેરમાં પણ ઇન્કમટેક્સનું નુકશાન ન થાય તે જોઇએ છીએ.

દિનુમામાએ શક્તિ પ્રદર્શન કર્યું

દિનુમામાએ આજે તેમની રાજકિય શક્તિનું પ્રદર્શન ડેરી ખાતે કર્યું હતું. બપોરથી પાદરાની ૯૦ સહકારી દૂધ મંડળીના પ્રમુખ-મંત્રી સહિત સભ્યો ડેરી ખાતે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ સહિત મંડળીઓના સભ્યોએ દિનુમામાની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

;