બરોડા ડેરીની સાધારણ સભામાં દૂધ ઉત્પાદકોને ભાવ ફેરની ભેટ અપાશે  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બરોડા ડેરીની સાધારણ સભામાં દૂધ ઉત્પાદકોને ભાવ ફેરની ભેટ અપાશે 

બરોડા ડેરીની સાધારણ સભામાં દૂધ ઉત્પાદકોને ભાવ ફેરની ભેટ અપાશે 

 | 3:04 am IST

 

બરોડા ડેરીની આજે ૬૪મી સામાન્ય સભા ડેરીના સભા હોલમાં મળશે

 

૧૦ વર્ષમાં કરકસર કરી પગાર ખર્ચમાં ૨.૬૫ ટકાનો ઘટાડો કરાયો

બરોડા ડેરીના ટર્નઓવરમાં ૧૦ વર્ષમાં રૂ. ૭૧૫ કરોડનો વધારો થયો, ૨૦૨૦-૨૧નું ટર્નઓવર રૂ. ૧૨૫૫ કરોડ

 

ા વડોદરા ા

બરોડા ડેરીની ૬૪મી સાધારણ સભા આવતીકાલે સવારે ૧૧ કલાકે ડેરીના સભા હોલ ખાતે મળનારી છે. જેમાં દૂધ ઉત્પાદકોને મળતા ભાવ ફેરની જાહેરાત કરવામાં આવશેકે નહિ તેના પર સભાસદોની નજર રહેશે . તેમજ બરોડા ડેરીના વાર્ષિક હિસાબો પણ મંજૂર કરવામાં આવશે. જોકે, બરોડા ડેરીના છેલ્લા ૧૦ વર્ષના વિકાસની વાત કરીએ તો ૨૦૧૦-૧૧માં બરોડા ડેરીનું ટર્નઓવર રૂ. ૫૪૦ કરોડ હતું. જે ૨૦૨૦-૨૦૨૧માં રૂ. ૭૧૫ કરોડના વધારા સાથે રૂ. ૧,૨૫૫ કરોડ પહોંચ્યુ છે. એટલું જ નહીં પગાર ખર્ચ ૨૦૧૦-૧૧માં ૭.૫ ટકા હતો. જે કરકસરની નીતિ અપનાવતા ઘટનીને ૪.૮૫ ટકા થયો છે. તેમજ દૂધની આવકમાં પણ ૧૦ વર્ષમાં ૨.૪૫ લાખ લીટર પ્રતિ દિવસનો વધારો થયો છે.

વડોદરા અને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દૂધ ઉત્પાદકોના સંઘ બરોડા ડેરીની ૬૪મી સાધારણ સભા આવતીકાલે સવારે ૧૧ કલાકે ડેરીના સભા હોલ ખાતે મળનાર છે. જેમાં બરોડા ડેરીના વર્ષ ૨૦૨૦-૨૧ના હિસાબો તેમજ આગામી વર્ષનાં આયોજનો બાબતે ચર્ચા કરાશે. એટલું જ નહીં દૂધ ઉત્પાદકોને ભાવફેરની રકમના ચૂકવણાની પણ જાહેરાત કરવામાં આવનાર છે. જોકે, તેની સાથે સાથે પાછલા ૧૦ વર્ષના વિકાસની ગાથા પણ રજૂ કરવામાં આવનાર છે.

બરોડા ડેરીના વિકાસના ૧૦ વર્ષની ગાથા બાબતે ઉપપ્રમુખ જી. બી. સોલંકીએ જણાવ્યું હતું કે, ૧૦ વર્ષમાં બરોડા ડેરીના ટર્નઓવરમાં રૂ. ૭૧૫ કરોડનો વધારો થયો છે. ૨૦૧૦-૧૧માં ટર્ન ઓવર રૂ. ૫૪૦ કરોડ હતું. જે ૨૦૨૦-૨૧માં વધીને રૂ. ૧૨૫૫ કરોડ થયું છે. જેની સાથે સાથે ૧૦ વર્ષ કરકસર કરી ખર્ચમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૧૦-૧૧માં પગાર ખર્ચ ૭.૫ ટકા હતો. જે ઘટીને ૪.૮૫ ટકા થયો છે. ૧૦ વર્ષ પહેલા ડિવિડન્ટ માત્ર રૂ. ૭૩ લાખ આપવામાં આવતું હતું. જે ૧૦ વર્ષ બાદ રૂ. ૩.૫૦ કરોડ થયું છે.   બરોડા ડેરીની મિલકતો તેમજ શેરભંડોળમાં અધધધ વધારો

હાલના બોર્ડના ૧૦ વર્ષના કાર્યકાળમાં બરોડા ડેરીની મિલકતો અને શેરભંડોળમાં પણ ધરખમ વધારો થયો છે. ૨૦૧૦-૧૧માં ડેરીનું શેર ભંડોળ રૂ. ૬ કરોડ હતું. જે ૨૦૨૦-૨૧માં વધીને રૂ. ૨૮ કરોડ થયું છે. એટલું જ નહીં ૨૦૧૦-૧૧માં ડેરીની મિલકતો રૂ. ૨૯.૭૩ કરોડ હતી. જે ૨૦૨૦-૨૧માં વધીને રૂ. ૧૧.૪૮ કરોડ થઇ છે. તે ઉપરાંત રીઝર્વ ફંડ પણ ૧૦ વર્ષમાં રૂ. ૩ કરોડથી વધીને રૂ. ૧૨ કરોડ પહોચ્યું છે.

દૂધની આવક ૧૦ વર્ષમાં ૩.૭૦ લાખથી ૬.૧૫ લાખ લિટરે પહોંચી

બરોડા ડેરીમાં દૂધની રોજની આવક પણ ૧૦ વર્ષમાં બમણી થઇ છે. ૧૦ વર્ષ પહેલા ૨૦૧૦-૧૧માં બરોડા ડેરીમાં રોજિંદા સરેરાશ ૩.૭૦ લાખ લીટર દૂધ આવતું હતું. પરંતુ ૨૦૨૦-૨૧માં દૂધની રોજિંદી સરેરાશ આવક ૬.૧૫ લાખ લીટર પહોંચી છે. જે પૈકી અંદાજે ૪ લાખ લીટર દૂધ પાઉચના સ્વરૂપમાં વેંચાણ કરવામાં આવે છે. જ્યારે બાકીના દૂધમાંથી મીઠાઇ સહિતની બનાવટોનું ઉત્પાદન કરવામાં આવે છે.

બરોડા ડેરીની ૧૧૦૦થી વધુ મંડળીને અપાતુ કમિશન પણ બમણું થયંુ

બરોડા ડેરીમાં હાલ ૧૧૦૦થી વધારે મંડળીઓ કાર્યરત છે. જેનાં ૨ લાખથી વધુ સભાસદો છે. સભાસદો પાસેથી દૂધ લઇ મંડળી દ્વારા બરોડા ડેરીને આપવામાં આવે છે. જે માટે બરોડા ડેરી દ્વારા પ્રતિ લિટર મંડળીને ૧૦ વર્ષ પહેલા ૨૦ પૈસા કમિશન આપવામાં આવતું હતું. જેમાં ૧૫૦ ટકાનો વધારો થતાં ૨૦૨૦-૨૧માં મંડળીને ૫૦ પૈસા કમિશન રૂપે આપવામાં આવે છે.

કેતન ઇનામદારની રજૂઆત બાદ ભાવ ફેર વધારે મળે તેવી શક્યતા

તાજેતરમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના ભાવ ફેરના મુદ્દે સહકાર મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઇ હતી. જે બાદ ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુમામા) અને કેતન ઇનામદાર વચ્ચે વાક યુદ્ધ છેડાયું હતું. જોકે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મધ્યસ્થી બાદ સમાધાન થયું હતું. જેમાં દૂધ ઉત્પાદકોને ભાવ ફેરનો મુદ્દો પણ સમાવીષ્ઠ હતો. ત્યારે સાધારણ સભામાં ભાવ ફેર વધારે અપાઇ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;