બળાત્કારનો આરોપ નકારનારા ડો. પ્રફુલ દોશી સામે પોલીસ પાસે મજબૂત પુરાવા - Sandesh
  • Home
  • Newspaper
  • બળાત્કારનો આરોપ નકારનારા ડો. પ્રફુલ દોશી સામે પોલીસ પાસે મજબૂત પુરાવા

બળાત્કારનો આરોપ નકારનારા ડો. પ્રફુલ દોશી સામે પોલીસ પાસે મજબૂત પુરાવા

 | 3:00 am IST

  • બળાત્કારના આરોપી ડો. પ્રફુલ દોશી રોકાયા હતા એ સ્થળે તપાસ
  • દાખલારૃપ કાર્યવાહીની માંગ સાથે આજે રાજ્યભરના કલેક્ટરને આવેદન અપાશે

ા સુરત ા

પ્રજાપતિ પરિણીતા ઉપર હોસ્પિટલના કન્સલ્ટિંગ રૃમમાં બળાત્કાર ગુજારવાની ફરિયાદ બાદ ભાગેલો ડો. દોશી જ્યાં જ્યાં રોકાયો હતો એ સ્થળે પોલીસ દ્વારા તપાસ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડો. દોશી હજુ તેની સામેના ફરિયાદ ખોટી હોવાનો ડોળ કરી રહ્યા છે, જ્યારે પોલીસે કેસ પૂરવાર કરી શકાય એવા સાયન્ટિફિક અને ટેક્નિકલ પુરાવા મળ્યાનો દાવો કર્યો છે.

નાનપુરામાં મી એન્ડ મમ્મી હોસ્પિટલ ચલાવતાં ડો. પ્રફુલ દોશી ઉપર સારવાર કરાવવા આવેલી મહિલા ઉપર બળાત્કારનો આરોપ મુકાયો છે. દોશીનો ભોગ બનેલી મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી એ સાથે જ પ્રજાપતિ સમાજ તેણીની પડખે ઊભો થઇ ગયો હતો. સારવાર માટે આવેલી મહિલા ઉપર બળાત્કાર ગુજારી ડો. દોશીએ દર્દી દ્વારા તબીબ ઉપર મુકાતા ભરોસાનું ખૂન પણ કર્યું છે. એવી લાગણી સાથે બહાર આવેલી મહિલાઓએ કોર્ટમાં પણ પ્રફુલ દોશીનો હુરિયો બોલાવ્યો હતો.

આવા ગરમ માહોલ વચ્ચે પોલીસ પ્રફુલ દોશી વિરુદ્ધ પુરાવા એકત્ર કરી રહી છે. બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ ડો. દોશીએ જેમનો સંપર્ક સાધ્યો હતો એમના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દોશીએ કરેલી કબૂલાતના આધારે એ રોકાયો હતો એ સ્થળે જઇ તપાસ અને પંચનામાની કાર્યવાહી પણ ચાલી રહી છે. છેલ્લે તે મુંબઇ પિતરાઇના ઘરે ગયો હોવાનું બહાર આવતાં પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી છે.

રિમાન્ડ દરમિયાન ડો. દોશી તેની સામેના આરોપ ખોટા હોવાની પીપૂડી વગાડી રહ્યા છે. જો કે બીજી તરફ પોલીસ આ કેસને કોર્ટમાં પુરવાર કરી શકાય એવા ટેક્નિકલ અને સાયન્ટિફિક એવિડન્સ મળ્યા હોવાનો દાવો કરી રહી છે. ફરિયાદી અને ડો. દોશીના કપડા સહિત મહત્ત્વના પુરાવા હાથવગા કરી લેવાયા હોવાનું પોલીસ જણાવી રહી છે. હાઇપ્રોફાઇલ કેસ અને તપાસમાં ઢીલના નામે આંગણી ચીંધાઇ હોવાથી પોલીસ માટે પણ આ કેસ પડકારરૃપ બન્યો છે. પોલીસ કમિશનર સહિતના અધિકારી કેસને પર્સનલી મોનેટરિંગ કરી રહ્યા છે.

બીજી તરફ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રેલીનું આયોજન કરી પરવાનગી પણ માંગવામાં આવી હતી, જો કે ગણેશોત્સવને લઇ અધિકારીઓએ કરેલી અપીલને માન્ય રાખી રેલી મોકૂફ રાખવામાં આવી હતી. જો કે રાજયના દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યથાવત રખાયો હતો. સુરતમાં પણ અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળ કલેકટરાલય જઇ રજૂઆત કરશે. રિમાન્ડ પૂરા થતાં હોવાથી બુધવારે સવારે ઉઘડતી કોર્ટે ડો. પ્રફુલ દોશીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

;