બસો દોડાવીને ખોટ કરતી બેસ્ટ વીજ વિતરણમાં નફો રળે છે - Sandesh
  • Home
  • Mumbai
  • બસો દોડાવીને ખોટ કરતી બેસ્ટ વીજ વિતરણમાં નફો રળે છે

બસો દોડાવીને ખોટ કરતી બેસ્ટ વીજ વિતરણમાં નફો રળે છે

 | 3:14 am IST

મુંબઈ, તા.૨૧  

બેસ્ટની પરિવહન સેવા ભલે ખોટ ખાઇને ચાલતી હોય પરંતુ બેસ્ટનું વીજ ખાતું નફો રળી રહ્યું હોવાનું પ્રાપ્ત આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. પૂરતું માનવબળ ન હોવા છતાં બેસ્ટનું વીજ ખાતું નફો રળવામાં સફળ રહ્યું છે. છેલ્લા પાંચ-છ વર્ષથી વીજ ખાતામાં કર્મચારીઓની અછત છે અને માત્ર ૧,૮૦૫ કર્મચારીઓથી કામ ચલાવવું પડે છે છતાં બેસ્ટના વીજખાતાએ સારી કામગીરી બજાવી છે. બેસ્ટના વીજ ખાતામાં કુલ ૯,૭૧૭ પદ ખાલી છે જેની સામે માત્ર ૭૯૧૨ પદ ભરેલા છે જ્યારે બાકી જગ્યાઓ ખાલી પડેલી છે. બેસ્ટ દ્વારા સંચાલિત આ એકમાત્ર ખાતું છે જે નફો મેળવવામાં સફળ રહ્યું છે જ્યારે બેસ્ટની પરિવહન સેવા છેલ્લા ઘણા વર્ષોથી ખોટ ખાઇને ચાલે છે. ૨૦૧૫-૧૬માં બેસ્ટના વીજ ખાતાએ ૧,૧૯૫ કરોડ રૂ.નો કર્યો હતો. જોકે અપૂરતા સ્ટાફને કારણે વીજ ખાતાની કાર્યક્ષમતાને અસર થઇ રહી હોવાનું ખાતાના અધિકારીઓનું માનવું છે. ભૂતકાળમાં જે કામ આઠ કર્મચારીઓ કરતા હતા હવે તેટલું જ કામ બે કર્મચારીઓએ કરવું પડે છે. અહીં કર્મચારીઓને ઓવરટાઇમ કરવો પડે છે અને તેમને ઓવરટાઇમ બદલ પૂરતું વળતર પણ આપવામાં આવતું નથી અને સુપરવાઇઝીંગ ઓફિસર્સની ગેરહાજરીમાં તેમણે કામ કરવું પડે છે જેના કારણે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. મહત્ત્વના પદો ખાલી હોવાને કારણે કામ કરવું અઘરું બની રહે છે. ચોમાસા દરમિયાન વધુ કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયા પણ પડતી મૂકી છે.