બસ હડતાલથી રપ હજાર છાત્રો રઝળ્યા - Sandesh
  • Home
  • Bhavnagar
  • બસ હડતાલથી રપ હજાર છાત્રો રઝળ્યા

બસ હડતાલથી રપ હજાર છાત્રો રઝળ્યા

 | 3:18 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

એસ.ટી.કર્મચારીઓની હડતાલને પગલે બસ સેવા ઠપ થઈ ગઈ છે. બસ બસ સેવા ઠપ થઈ જતાં અપડાઉન કરતા ભાવનગર જિલ્લામાં અંદાજિત રપ હજાર જેટલા છાત્રો રઝળી પડયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

એસ.ટી.ની હડતાળને લીધે આજે ભાવનગર જિલ્લાની હાઈસ્કૂલોમાં અને કોલેજોમાં છાત્રોની ૪૦ ટકાથી વધુ છાત્રો ગેરહાજર રહ્યા હતાં. ધો.૧રની વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા આપવા માટે અનેક છાત્રો કેન્દ્ર પર ગઈકાલે જવા નિકળ્યા હતા. પરંતુ એસ.ટી.કર્મચારીઓની હડતાલને લીધે બસ સેવા ઠપ થઈ જતા અસંખ્ય છાત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. છાત્રોને પરીક્ષા કેન્દ્ર પહોંચવા માટે ના છૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડયો હતો. જેને લીધે છાત્રો પાસેથી ખાનગી બસ ચાલકોએ મો માંગ્યા દામ પડાવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આમ, એસ.ટી.ની હડતાલની અસર શિક્ષણક્ષેત્રે પણ જોવા મળી હતી. છાત્રો રઝળી પડયા હતા અને ખાનગી બસ ચાલકોએ છાત્રો પાસેથી ગરજના ભાવ વસુલ્યા હોવાની વ્યથા ઠલવાઈ રહી છે.

છાત્રોની કોઈ ફરિયાદ આવી નથી : શિક્ષણ વિભાગ

ધોરણ-૧ર વિજ્ઞાાનપ્રવાહની પ્રાયોગીક પરીક્ષા ચાલી રહી છે ત્યારે કોઈ છાત્રો એસ.ટી.ની હડતાલને લઈને રઝળી પડયા છે કે નહી? તે અંગે શિક્ષણ વિભાગના અધિકારી પાંડેને પુચ્છા કરતા તેઓએ જણાવ્યુ હતું કે હજુ સુધી છાત્રોની કોઈ ફરિયાદ આવી નથી.

સરકારની નીતિથી કંગાળ થયાનો રોષ ઠાલવવા એસ.ટી.કર્મચારીઓના અર્ધ વસ્ત્રમાં સૂત્રોચ્ચાર

પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા એસ.ટી. નિગમના કર્મચારીઓનું ચાલતું આંદોલન વેગ પકડતુ જાય છે,ત્યારે આજે ભાવનગર એસ.ટી. ડેપો ખાતે કર્મચારીઓએ અર્ધ વસ્ત્રોમાં ઉપસ્થિત રહીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકારની નીતિ સામે રોષ વ્યકત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન